Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૃષિ રાજ્યમંત્રી નિવેદન સામે શિક્ષક સમાજમાં રોષ:'શિક્ષકો કામ કરવા તૈયાર નથી, મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે' એવી ટિપ્પણી કરતા મંત્રી ખેદ વ્યક્ત કરે તેવી માંગ

    23 hours ago

    ગોધરા ખાતે યોજાયેલા એક જાહેર કાર્યક્રમ દરમિયાન કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારા દ્વારા શિક્ષક સમાજ અંગે કરવામાં આવેલી કથિત ટિપ્પણીને લઈને સમગ્ર રાજ્યના શિક્ષકોમાં ભારે નારાજગી અને રોષ ફાટી નીકળ્યો છે. મંત્રીએ પોતાના નિવેદનમાં શિક્ષકો કામ કરવા તૈયાર નથી, મોબાઈલમાં રચ્યા-પચ્યા રહે છે અને પગાર પંચ મળી ગયા હોવા છતાં માંગણીઓ કર્યા કરે છે જેવા આક્ષેપો કર્યા હતા. આ નિવેદન સામે રાજકોટ જિલ્લાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવીને મંત્રી જાહેરમાં માફી માંગે એવી માંગ કરવામાં આવી છે. મંત્રીના કયા નિવેદનથી વિવાદ વકર્યો? મળતી માહિતી મુજબ, ગોધરાના એક મંચ પરથી કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું હતું કે, "શિક્ષકો કામ કરવા તૈયાર નથી, તેઓ માત્ર મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે. સાતમું, આઠમું અને દશમું પગારપંચ મળી ગયું હોવા છતાં તેઓની ભૂખ ભાંગતી નથી અને સતત માંગણીઓ કર્યા કરે છે." મંત્રીના આ શબ્દો સોશિયલ મીડિયા અને શૈક્ષણિક આલમમાં પ્રસરતા જ સમગ્ર ગુજરાતના શિક્ષક સમુદાયમાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. "શિક્ષણ નોકરી નહીં, સાધના છે": સંજય હુંબલ રાજકોટ જિલ્લા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ સંજય હુંબલે આ નિવેદનને અત્યંત દુઃખદાયક ગણાવતા જણાવ્યું હતું કે, "શિક્ષણ એ માત્ર કોઈ નોકરી નથી પરંતુ એક સાધના છે. શિક્ષક પોતાના પરિવારના સમય અને સુખ-સગવડોનો ત્યાગ કરીને દેશના ભવિષ્યનું ઘડતર કરે છે. શિક્ષકોને જાહેર મંચ પરથી 'કામચોર' તરીકે ચિતરવાનો પ્રયાસ અત્યંત નિરાશાજનક છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શિક્ષકો માત્ર શાળામાં ભણાવવા પૂરતા મર્યાદિત નથી. લોકશાહીની પવિત્ર ગણાતી ચૂંટણી પ્રક્રિયા, વસ્તી ગણતરી, આપત્તિ વ્યવસ્થાપન (ડિઝાસ્ટર મેનેજમેન્ટ) તેમજ સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓના સફળ અમલીકરણમાં શિક્ષકો રાત-દિવસ જોયા વગર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સરકાર હંમેશા દરેક અઘરા કામમાં શિક્ષકો પર જ વિશ્વાસ મૂકે છે, ત્યારે આવા અપમાનજનક શબ્દો શિક્ષક આલમ માટે અસહ્ય છે. જાહેરમાં માફી માંગવા સંગઠનની ઉગ્ર માંગ શૈક્ષિક મહાસંઘે રાજ્ય સરકાર સમક્ષ સખત શબ્દોમાં રજૂઆત કરતા માંગ કરી છે કે, કૃષિ મંત્રી રમેશ કટારા પોતાના વિવાદિત શબ્દો જાહેરમાં પરત ખેંચે અને સમગ્ર શિક્ષક સમાજની લાગણીઓ દુભાવવા બદલ ખેદ વ્યક્ત કરે. સંગઠને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, "શિક્ષકનું સન્માન એ જ રાષ્ટ્રના ભવિષ્યનું સન્માન છે, તેના સ્વાભિમાન સાથે કોઈપણ પ્રકારની સમજૂતી શક્ય નથી." આ વિવાદિત નિવેદનને પગલે આગામી સમયમાં પ્રાંત કક્ષાએથી પણ સરકારમાં તાત્કાલિક અને સશક્ત રજૂઆતો કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે.
    Click here to Read More
    Previous Article
    'દિવ્ય ભાસ્કર ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ 2026':શાનદાર પર્ફોર્મન્સ સાથે અવોર્ડ ફંક્શનની ધમાકેદાર શરૂઆત; થિયેટર અને OTTના કલાકારોને સન્માનિત કરાયા
    Next Article
    Ground Report |ભગવાનના કોપીરાઈટથી કકળાટ! | તરસ્યું ગામ! | Salangpur Trademark Controversy | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment