Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોટરી ક્લબ ઓફ રાજકોટ રોયલ્સનો પ્રારંભ:જરૂરિયાતમંદ બાળકોને એજયુકેશન કીટ, દીકરીઓને સેનેટરી પેડનું વિતરણ કરાશે : ગ્લોબલ વોર્મિંગની સમસ્યા દૂર કરવા વૃક્ષોના વાવેતરનું અભિયાન ચલાવાશે

    11 hours ago

    રાજકોટ શહેરમાં હાલ સમાજસેવાના ઉદ્દેશ સાથે અલગ અલગ 5 જેટલી રોટરી ક્લબ કાર્યરત છે ત્યારે આજે 14 જૂનના છઠ્ઠી અને નવી રોટરી ક્લબ ઓફ રાજકોટ રોયલ્સ અસ્તિત્વમાં આવી છે. જેનો હેતુ સામાજિક જાગૃતિ અને સમાજ સેવાનો છે. જેમાં જરૂરિયાતમંદ બાળકોને બુક્સ, સ્કૂલ બેગ, વોટરબેગ, કપડા તો દીકરીઓને સેનેટરી પેડનું વિનામૂલ્યે વિતરણ થશે. આ ઉપરાંત ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને દૂર કરવા માટે વૃક્ષોનું વાવેતર કરી ગ્રીન રાજકોટના નિર્માણમાં આ ક્લબ મહત્વપૂર્ણ ભાગ ભજવશે. રોટરી ક્લબ ઓફ રાજકોટ રોયલ્સના પ્રેસિડેન્ટ અશ્વિન ચોટલીયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં હાલ પાંચ જેટલી ક્લબ કાર્યરત છે અને આ છઠ્ઠી ક્લબ શરૂ થવા જઈ રહી છે. જેનું લોન્ચિંગ PDG દીપક અગ્રવાલના હસ્તે થશે. આ ક્લબનો હેતુ છેવાડાના વ્યક્તિને ઉપયોગમાં આવવાનો છે કારણકે છેવાડાના લોકો માટે સાક્ષરતાની સાથે ફેલોશિપ જરૂરી છે. રોટરી ઇન્ટરનેશનલ કક્ષાની સંસ્થા છે. જ્યારે આ નવી ક્લબના સભ્ય ધર્મેશ કલ્યાણીએ જણાવ્યું હતું કે, વર્લ્ડ લેવલે રોટરી સામાજિક કાર્ય કરી રહ્યું છે. અમારી આ નવી ક્લબનો હેતુ એ છે કે પછાત બાળકો માટે સાક્ષરતા અભિયાન ચલાવવું. તેઓને ચોપડાનું વિતરણ, પાણીનું શુદ્ધિકરણ તેમજ આ પ્રકારના બાળકો કઈ રીતે સામાજિક ઉન્નતી પ્રાપ્ત કરી શકે, ખરાબ આદતોથી બચી શકે, વ્યસનથી મુક્ત રહી શકે તે માટેનું અભિયાન ચલાવવા માગીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ જ્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવીને ગ્રીન રાજકોટ કઈ રીતે બનાવી શકાય તેવા અમારા પ્રયત્નો રહેશે. જરૂરિયાતમંદ બાળકોને બુક્સ, કપડાં, સ્કૂલ બેગ અને વોટર બેગનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત પછાત વિસ્તારની બાળકીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવશે. આ બાળકોને અમારા મહિલા સભ્યો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત શિયાળામાં ધાબળાઓ તો ઉનાળામાં સ્લીપર અને છાશ વિતરણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    'કાલા હિરણ'માં વકિલ બનેલા ગોવિંદ નામદેવ મેકર્સ પર ભડક્યા:કહ્યું- 'અંધારામાં રાખીને શૂટિંગ કર્યું, ટ્રેલર જોઈને ખબર પડી કે સલમાનને ટાર્ગેટ કરાયો છે'
    Next Article
    Kheda Accident News | લહેરીપુરા પાસે ગંભીર બસ અકસ્માત | Tourist bus overturns | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment