Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના દખેડા પાસે કાળમુખા ડમ્પરે બાઈક સવાર દંપતીને કચડ્યું:પતિનું ઘટનાસ્થળે તો પત્નીનું સારવાર સમયે મોત, માંસના લોચા રોડ પર ફેલાયા

    1 day ago

    વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના દખેડા ગામ પાસે એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો. દખેડાથી વાઘોડિયા તરફ જઈ રહેલા બાઈક સવાર દંપતિને ડમ્પરે અડફેટે લેતાં ગોજારો અકસ્માત થયો. આ અકસ્માતમાં પતિનું ગંભીર ઇજાઓને લઈ ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે તેની પત્નીનું સારવાર સમયે મોત નિપજ્યું છે. બાઈક સાથે દંપતી ડમ્પર નીચે ફસાયું જાણવા મળ્યા મુજબ, દંપતિ મોટરસાયકલ પર દખેડાથી વાઘોડિયા જઈ રહ્યા હતા. આ દરમિયાન એક ડમ્પરે તેમની મોટરસાયકલને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે આખે આખી બાઈક ડમ્પરની નીચે ફસાઈ ગઈ, જેના કારણે દંપતી ફંગોળ્યું હતું અને પતિ ડમ્પર નીચે આવી જતા ગંભીર ઈજાઓ થઈ અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. તેની પત્નીને પણ ગંભીર ઇજાઓ થઈ હતી. મૃતકના નામ ચંદ્રકાંતભાઈ વસાવા ( ઉંમર 50 વર્ષ ) હંસાબેન વસાવા ( ઉંમર 45 વર્ષ ) ડમ્પર ચાલક અકસ્માત બાદ ફરાર થયો અકસ્માત બાદ સ્થાનિક લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. લોકોની ભીડ જોતાં ડમ્પર ચાલકે વાહન ઘટના સ્થળે જ છોડી દીધું અને ફરાર થઈ ગયો. વાઘોડિયા પોલીસે તાત્કાલિક પહોંચીને ડમ્પરની નીચે ફસાયેલા મૃતદેહને બહાર કાઢ્યો અને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. ઘાયલ મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર સમયે પત્નીનું મોત નિપજ્યું છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરત શહેરના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ASIએ પીધેલી હાલતમાં કાર ચલાવી BRTSમાં ઘૂસાડી દીધી, કાજલ હિન્દુસ્તાની સામે ભાજપના મહિલા નેતા મેદાનમાં
    Next Article
    Who Is Ahmad Vahidi? Iran Guards Commander Driving Tehran's War Negotiations

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment