Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જુના સચિવાલયની બાજુમાં સસ્તા કપડાંની નીચે મોંઘીદાટ બ્રાન્ડનો દારૂ!:ગાંધીનગરની મીના બજારમાં વિદેશી દારૂનું હાઈપ્રોફાઈલ નેટવર્ક ઝડપાયું, સરકારી કર્મચારીઓ પણ સ્તબ્ધ

    12 hours ago

    પાટનગરના હૃદયસમા ગણાતા અને સરકારી કર્મચારીઓથી સતત ધમધમતા જુના સચિવાલયને અડીને આવેલા મીના બજારમાં લારીમાં સસ્તા કપડાં વેચવાના બહાને ચાલતા બ્રાન્ડેડ વિદેશી દારૂના એક હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ થયો છે. સેકટર-7 પોલીસે દરોડો પાડીને લારીમાંથી 1.50 લાખથી વધુની કિંમતની દારૂની બોટલો જપ્ત કરી છે. પ્રખ્યાત મીના બજારમાં શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની સાથોસાથ બ્રાન્ડેડ વિદેશી દારૂ પણ લારીમાં જાહેરમાં વેચાતો હોવાની ચોંકાવનારી ઘટનાએ સ્થાનિક તંત્ર અને સચિવાલયના બાબુઓને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે. જાહેર બજારની આડમાં ચાલતો કાળો કારોબાર ગાંધીનગરના જુના સચિવાલયની નજીક આવેલું મીના બજાર સ્થાનિક સ્તરે ખૂબ જ જાણીતું છે. અહીં સચિવાલયના સરકારી કર્મચારીઓ સહિત સેંકડો સામાન્ય નાગરિકો રોજેરોજ પોતાના ઘરની ચીજવસ્તુઓ તેમજ શાકભાજી ખરીદવા માટે મોટી સંખ્યામાં આવતા-જતા હોય છે. આ પ્રકારના ભારે અવરજવરવાળા જાહેર અને વ્યસ્ત બજારમાં લોકોની નજર સામે જ દારૂનો આટલો મોટો કાળો કારોબાર ચાલી રહ્યો હશે, તેની કલ્પના પણ કોઈએ કરી ન હતી. કપડાંની લારીમાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનો સપ્લાય મીના બજારમાં શાકભાજી સહિતની ચીજવસ્તુઓની લારીઓની હરોળમાં સસ્તા કપડાં વેચવાના બહાને બે લારીઓ ઉભી રાખવામાં આવતી હતી. બહારથી સામાન્ય દેખાતી આ કપડાંની લારીની અંદર ગ્રાહકોની માંગ પ્રમાણે માત્ર સ્થાનિક જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરની મોંઘીદાટ બ્રાન્ડનો વિદેશી દારૂ સપ્લાય કરવામાં આવતો હતો. આ અંગેની પાકી બાતમી મળતા જ સેક્ટર-7 પોલીસ મથકના સર્વેલન્સ સ્ક્વોર્ડના પીએસઆઈ જે. એચ. મકવાણાએ ટીમ સાથે રાત્રિના સમયે અચાનક દરોડો પાડ્યો હતો. તાળા તોડતા જ પોલીસ પણ ચોંકી ઉઠી પોલીસની ગાડી જોઈને લારીઓનો માલિક અને નશાનો કારોબારી રાજુભાઈ પ્રતાપજી રાણા લારીઓને તાળા મારીને અંધારાનો લાભ ઉઠાવી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે પીછેહઠ કરવાને બદલે લારીઓના તાળા તોડીને અંદર તપાસ હાથ ધરી હતી. લારીઓ ખોલતાની સાથે જ કપડાંના જથ્થાની નીચે મોંઘીદાટ વિદેશી દારૂ અને પ્રીમિયમ બિયરના ટીનનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો, જે જોઈને એક ક્ષણ માટે સર્વેલન્સ ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ₹1.50 લાખનો મુદ્દામાલ જપ્ત, બુટલેગર વોન્ટેડ પોલીસે લારીમાંથી વિદેશી દારૂની ગણતરી કરતા 5થી 7 હજારની ઊંચી કિંમત ધરાવતી બ્રાન્ડેડ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે રૂ.1.50 લાખથી વધુની કિંમતની 110 નંગ બોટલો અને પ્રીમિયમ બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા વોન્ટેડ બુટલેગર રાજુ રાણાને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
    Click here to Read More
    Previous Article
    લગ્ન ઉત્સુકોને લૂંટતી 'લુટેરી દુલ્હન' ગેંગ ઝડપાઈ:નકલી લગ્ન કરીને દાગીના અને રોકડ લઈ રાતોરાત ફરાર થતી, બાકોર પોલીસે રાજસ્થાનના સીમલવાડા પકડી પાડ્યા
    Next Article
    Vadodara Crime News | એક જ રાતમાં 10-12 દુકાનોના તાળા તોડી લાખોની ચોરી | Theft | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment