Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી ચેમ્બર પ્રમુખ પદે હરીશ મંગલાણીનો પદગ્રહણ:સી.આર. પાટીલની ટકોર: નેતાઓ સાથે ફોટા નહીં, ઉદ્યોગ વિકાસ કરો

    1 week ago

    નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નવનિયુક્ત પ્રમુખ હરીશ મંગલાણી અને તેમની ટીમે પદભાર સંભાળ્યો છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આ પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ સાથે નવી ટીમે પણ સત્તાવાર રીતે કાર્યકાળની શરૂઆત કરી છે. તાજેતરમાં જ નવસારીને મહાનગરનો દરજ્જો મળ્યો છે. આ સંજોગોમાં, નવનિયુક્ત પ્રમુખ અને તેમની ટીમ સામે શહેરના ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો મોટો પડકાર રહેશે. કાર્યક્રમ દરમિયાન સાંસદ સી.આર. પાટીલે ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોને સંબોધતા મહત્વની ટકોર કરી હતી. તેમણે જણાવ્યું કે ચેમ્બરની પ્રાથમિક જવાબદારી ઉદ્યોગોના વિકાસ માટે કામ કરવાની છે, પરંતુ તેનું ધ્યાન ધીમે ધીમે સામાજિક સમસ્યાઓ તરફ ફંટાઈ રહ્યું છે. ચેમ્બરે માત્ર સ્ટ્રીટ લાઈટ કે રેલવે સ્ટોપેજ જેવા સ્થાનિક પ્રશ્નો સુધી મર્યાદિત ન રહેવું જોઈએ. પાટીલે કટાક્ષ કરતા કહ્યું કે, કેટલાક સભ્યો માત્ર નેતાઓ સાથે ફોટા પડાવીને ખુશ થતા હોય છે. તેના બદલે, ઉદ્યોગોના વાસ્તવિક અને નક્કર વિકાસ માટે ગંભીરતાથી કામગીરી કરવી જરૂરી છે. વધુમાં, સી.આર. પાટીલે ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોને ઐતિહાસિક સ્થળ દાંડીના વિકાસ માટે પહેલ કરવા અપીલ કરી હતી. તેમણે સૂચવ્યું કે દાંડી ખાતે ઉદ્યોગપતિઓ અને સભ્યોની વિશેષ મીટિંગો યોજાવી જોઈએ, જેથી પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન મળે અને સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થઈ શકે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી તુગલકાબાદ અકસ્માતઃ પૈસાના વિવાદમાં આગ લગાડી:નાબાલિક અંદર ગઈ, પેટ્રોલ છાંટ્યું; ગાડીઓમાં ધડાકો, અકસ્માતમાં 3 લોકોના જીવ ગયા હતા
    Next Article
    Banaskantha Crime News|કૂવાણા ગામે ધોળા દિવસે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment