Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:હીટ રિસ્ક ઈન્ડેક્સમાં અમદાવાદ વિશ્વમાં બીજા અને દેશમાં પ્રથમ ક્રમે કોન્ક્રિટનું જંગલ-ઘટતી લીલોતરીથી રાત્રે પણ ગરમીથી રાહત મળતી નથી

    1 day ago

    ક્લાઇમેટ ચેન્જના કારણે વધતા હીટ રિસ્કને ધ્યાનમાં રાખીને ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ મૂવિંગ બિયોન્ડ એક્સપોઝર અભ્યાસ હેઠળ વિશ્વના 10 લાખથી વધુ વસ્તી ધરાવતા 205 શહેરો અને ભારતના 14 શહેરોનું મૂલ્યાંકન કર્યું હતું. માત્ર તાપમાન નહીં પરંતુ ગરમીની તીવ્રતા, વસ્તીની શારીરિક-આર્થિક નબળાઈ અને ગરમી સામે લડવાની શહેરની ક્ષમતાના આધારે તૈયાર કરાયેલા કોમ્પોઝિટ હીટ રિસ્ક ઇન્ડેક્સમાં અમદાવાદ 0.79 સ્કોર સાથે ભારતમાં પ્રથમ અને વિશ્વમાં ઇરાકના અલ-બસરા બાદ બીજા ક્રમે રહ્યું છે. અમદાવાદમાં ગરમી વધવાના મુખ્ય 3 કારણ 1 ગરમીની તીવ્રતા (સ્કોર: 0.89) : અહીં માત્ર તાપમાન નહીં, પણ ભેજ, પવન સૂર્યકિરણોની વાસ્તવિક અસર મપાય છે. અમદાવાદમાં દરિયા કિનારાથી દૂરી અને વધતા કોન્ક્રિટના કારણે દિવસની ગરમી રાત્રે પણ બહાર નીકળતી રહે છે. 2 લડવાની ક્ષમતાનો અભાવ (સ્કોર: 0.79): શહેરીકરણ સામે લીલોતરી, ઘટાદાર વૃક્ષો ખૂબ ઓછા છે. વીજળીના મોંઘા ભાવ અને કૂલિંગ સાધનોની મર્યાદિત પહોંચને કારણે સામાન્ય વર્ગ માટે આકરી ગરમી સામે ટકી રહેવું મુશ્કેલ બન્યું છે, જે શહેરની લડવાની ક્ષમતા ઘટાડે છે. 3 શારીરિક-આર્થિક નબળાઈ (સ્કોર : 0.57) : 4 વર્ષથી નાના બાળકો અને 65 વર્ષથી વધુના વડીલોમાં તાપમાન સહન કરવાની ક્ષમતા ઓછી હોવાથી તેઓ હાઇ-રિસ્ક પર છે. કૂલિંગ સુવિધાઓના અભાવે આર્થિક નબળાઈ પણ જોખમમાં મોટો ભાગ ભજવે છે. અમદાવાદ 0.79ના સ્કોર સાથે બીજા ક્રમે
    Click here to Read More
    Previous Article
    ગઠિયાએ નવું સિમ મેળવી ખેલ પાડ્યો:બેન્કમાં રજિસ્ટર્ડ જ્વેલરી શોપનું સિમ બંધ કરાવી ગઠિયાએ રૂ.83 લાખ પડાવી લીધા
    Next Article
    "We Are Here For Cricket": Harmanpreet Kaur's Blunt Reply On Pakistan Handshake Question

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment