Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના તિથલ રોડ પર ઝાડીઓમાં આગ:યુનિયન બેન્કના ગેસ્ટ હાઉસ નજીક મોટી દુર્ઘટના ટળી

    17 hours ago

    વલસાડના તિથલ રોડ પર યુનિયન બેન્કના ગેસ્ટ હાઉસ પાછળના ઝાડી-ઝાંખરામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા. ઘટનાની જાણ થતાં જ વલસાડ નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. આગ ગેસ્ટ હાઉસની નજીક પહોંચી જતાં મોટી દુર્ઘટના થવાની શક્યતા હતી. જોકે, ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી અને મોટી જાનહાનિ ટળી હતી. આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. ફાયર વિભાગે લાંબા સમય સુધી જહેમત ઉઠાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. આગ કયા કારણોસર લાગી તે અંગેની સ્પષ્ટ માહિતી હજુ સુધી મળી નથી. સંબંધિત તંત્ર દ્વારા આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ કોલ સેન્ટર કૌભાંડ: મુખ્ય સૂત્રધાર મુંબઈથી ઝડપાયો:આંતરરાષ્ટ્રીય છેતરપિંડી કેસમાં પોલીસને મોટી સફળતા
    Next Article
    RUHS CUET 2026 Counselling Registration Begins On June 16, Check Complete Schedule

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment