Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા એ-ડિવિઝન પોલીસનું ફૂટ પેટ્રોલિંગ.:જૂનાગઢમાં ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થા જાળવવા એ-ડિવિઝન પોલીસ એક્શનમાં: આઝાદ ચોક, એમ.જી. રોડ અને કાળવા ચોકમાં ફૂટ પેટ્રોલિંગ કરી આડેધડ વાહનો પાર્ક કરનારા સામે લાલઆંખ.

    एक दिन पहले

    જૂનાગઢ શહેરમાં ટ્રાફિક સમસ્યા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે એ-ડિવિઝન પોલીસ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર તેમજ રસ્તા પર આડેધડ વાહનો પાર્ક કરી અવરજવર માટે મુશ્કેલી ઊભી કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ​શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને એ-ડિવિઝન પોલીસ એક્શનમાં જોવા મળી હતી. પોલીસ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા આઝાદ ચોક, એમ.જી. રોડ, કાળવા ચોક સહિતના વ્યસ્ત વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગ દરમિયાન માર્ગો પરની સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી ટ્રાફિક નિયમન અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ​ખાસ કરીને એમ.જી. રોડ વિસ્તારમાં સાંજના સમયે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાના કારણે પોલીસ દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. રસ્તા પર આડેધડ પાર્ક કરાયેલા વાહનો તેમજ ટ્રાફિકને અવરોધરૂપ બનતા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તેની સાથે જ વાહનચાલકોને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.​પેટ્રોલિંગ દરમિયાન પોલીસ દ્વારા વિસ્તારના દુકાનદારો સાથે પણ સીધી વાતચીત કરવામાં આવી હતી. દુકાનદારોને પોતાની દુકાન આગળ અથવા જાહેર માર્ગ પર વાહનો પાર્ક ન થાય તેની ખાસ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી હતી. ટ્રાફિકને અડચણરૂપ વાહનો પાર્ક કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી. ​આ સમગ્ર ફૂટ પેટ્રોલિંગ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સંજય દેસાઈ તેમજ પીએસઆઈ અને પોલીસ સ્ટાફની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. શહેરમાં સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને તે હેતુથી આગામી દિવસોમાં પણ આવી કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે તેમ પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જેતલસર જંકશન પ્રશ્ને વિવાદ વકર્યો:જેતલસરમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ રેલવેનાં અધિકારીઓનો ઉધડો લીધો, કર્મચારીઓનો પ્રશ્ન હલ નહીં થાય તો ટ્રેન રોકવાની ચીમકી
    Next Article
    GSRTCના અધિકારીનો પુરુષ કર્મચારી સાથે અડપલાં કરતો વીડિયો વાઈરલ:14 કર્મચારીઓની ગંભીર ફરિયાદ બાદ ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર સસ્પેન્ડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment