Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આ વાત કોઈને જણાવીશ તો જાનથી મારી નાખીશ:માંજલપુરમાં સાવકા પિતાએ સગીર દીકરી સાથે અશ્લીલ અડપલા કરતા ફરિયાદ નોંધાઈ

    1 week ago

    વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક સાવકા પિતાએ પોતાની સગીર દીકરીને હવસનો શિકાર બનાવીને તેની સાથે શારીરિક અડપલા કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે માતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા નોકરીએ જતા દીકરી અને સાવકો પિતા ઘરમાં એકલા માંજલપુર વિસ્તારમાં રહેતી એક મહિલાની સગીર દીકરી અને બીજા પતિ સાથે ભાડાના મકાનમાં રહે છે. સગીરા તેના અગાઉના લગ્નમાંથી જન્મેલી દીકરી છે. મહિલા નોકરીએ જતી હોવાથી દીકરી અને તેનો સાવકો પિતા ઘરમાં એકલા રહેતા હતા. પિતા અશ્લીલ હરકતો અને શારીરિક અડપલા કરતો આ દરમિયાન સાવકા પિતાએ દીકરીની એકલતાનો લાભ લઈને તેની સાથે વારંવાર અશ્લીલ હરકતો અને શારીરિક અડપલા કરવાનું શરૂ કર્યું હતું. આરોપીએ સગીરાને ધમકી પણ આપી હતી કે, આ વાત કોઈને જણાવીશ તો જાનથી મારી નાખીશ. મહિલાએ પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી સતત ત્રાસ અને માનસિક આઘાતથી કંટાળી ગયેલી સગીરાએ આખરે માતાને આખી વાત જણાવી હતી. દીકરી પાસેથી સમગ્ર હકીકત જાણીને માતા સ્તબ્ધ થઈ ગઈ હતી. ત્યારબાદ મહિલાએ તરત જ માંજલપુર પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વિશ્વ રક્તદાતા દિવસે 40 સંસ્થાઓનું સન્માન કરાશે:પાટણની એસ. કે. બ્લડ બેંક 14 જૂને જાગૃતિ કાર્યક્રમ યોજશે
    Next Article
    "Like Son": Kalyan Banerjee On Abhishek Banerjee After "Him Or Me" Ultimatum

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment