Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિદ્ધપુરની દૂધ-સેવા મંડળીનો તાલીમ વર્ગ સમાપ્ત:મંડળીના ફંડના યોગ્ય ઉપયોગ અને વિવિધ કામગીરી અંગે માર્ગદર્શન અપાયું

    1 week ago

    પાટણ જિલ્લા સહકારી સંઘ દ્વારા સિદ્ધપુર તાલુકાની દૂધ અને સેવા મંડળીના કર્મચારીઓ માટે આયોજિત ટૂંકા ગાળાના તાલીમ વર્ગનું સમાપન થયું છે. આ કાર્યક્રમ જિલ્લા સંઘના ચેરમેન સુરેશભાઈ સી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં જિલ્લા સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર ભરતભાઈ રાજપુરોહિત અને તાલુકા ખરીદ વેચાણ સંઘના મેનેજર રમણભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ચેરમેન સુરેશભાઈ સી. પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, સહકાર મંત્રાલય દ્વારા સહકારી ગતિવિધિઓને વેગ આપવા માટે ગ્રામીણ સહકારી સંસ્થાઓએ તાલીમ મેળવી સુસંચાલન, ટેકનોલોજીનો ઉપયોગ અને સક્ષમ સહકારી નેતૃત્વ પૂરું પાડવું અનિવાર્ય છે. આ પ્રસંગે જિલ્લા સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર ભરતભાઈ રાજપુરોહિતે મંડળીના ફંડના યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે કર્મચારીઓને મંડળીની વિવિધ કામગીરીથી વાકેફ કર્યા અને તાલીમાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.ઈ.આઈ. કથનભાઈ જોશીએ કર્યું હતું. આ તાલીમ વર્ગના સમાપન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓએ ભાગ લઈ આયોજનને સફળ બનાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં અલનીનોની અસર રહેશે, વરસાદ ઓછો પડશે:ભૂતિયા ડિમોલિશનમાં કમિશનરને દિલ્હીનું તેડું, હર્ષ સંઘવી અને નરેશ પટેલની બંધબારણે બેઠક
    Next Article
    વિશ્વ રક્તદાતા દિવસે 40 સંસ્થાઓનું સન્માન કરાશે:પાટણની એસ. કે. બ્લડ બેંક 14 જૂને જાગૃતિ કાર્યક્રમ યોજશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment