Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડેબ્યૂટન્ટ ગરનૂરે પોતાની પહેલી જ ઓવરમાં વિકેટ ઝડપી:ઓપનર ઇબ્રાહિમ ઝદરાનને પેવેલિયન ભેગો કર્યો; ભારત માટે હર્ષ દુબેએ પણ ડેબ્યૂ કર્યું

    1 week ago

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પહેલી વન-ડે મેચ ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને બોલિંગ લીધી છે. ટીમ માટે હર્ષ દુબે અને ગરનૂર બરારે ડેબ્યૂ કર્યું છે. અફઘાનિસ્તાનનો સ્કોર 2 ઓવરમાં 13/1 છે. ટીમ તરફથી રહમાનુલ્લાહ ગુરબાઝ અને સેદિકુલ્લાહ અટલ ક્રિઝ પર છે. ડેબ્યૂટન્ટ ગુરનૂર બરારે પોતાની પહેલી જ ઓવરમાં વિકેટ ઝડપી. તેણે ઇબ્રાહિમ ઝદરાન (1 રન)ને શુભમન ગિલના હાથે કેચ કરાવ્યો. અગાઉ, ટૉસ બપોરે 1:00 વાગ્યે થવાનો હતો, પરંતુ સતત વરસાદના કારણે તેમાં 4 કલાક અને 15 મિનિટનો વિલંબ થયો છે.ત્યારે ટૉસ 5:15 વાગ્યે થયો, જ્યારે મેચનો પ્રથમ બોલ 5:45 વાગ્યે ફેંકાશે. આ મેચ હવે 25-25 ઓવરની રમાશે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, ગુરનૂર બરાર, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. અફઘાનિસ્તાન (AFG): ઇબ્રાહિમ ઝદરાન, રહમાનુલ્લાહ ગુરબાઝ, સેદિકુલ્લાહ અટલ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લાહ ઓમરઝાઈ, ઇકરામ અલીખિલ (વિકેટકીપર), રાશિદ ખાન, મોહમ્મદ સલીમ સફી, એએમ ગઝનફર, ઝિયા ઉર રહમાન શરીફી.
    Click here to Read More
    Previous Article
    Chhattisgarh High Court rejects TET candidates’ pleas over application error
    Next Article
    કલ્યાણ બેનર્જીએ કહ્યું- અભિષેક મારા દીકરા જેવો છે:માફ કરવું એ પિતાનું કામ છે; પહેલા કહ્યું હતું- મમતા મને પસંદ કરે અથવા અભિષેકને

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment