Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીંગા તળાવના ડિમોલિશન પર હાઈકોર્ટનો સ્ટેનો ઈન્કાર:નવસારીના બોરસી માછીવાડમાં સરકારી જમીન પર બુલડોઝર ફર્યુ, સોમવારે મામલતદાર સમક્ષ સુનાવણી

    6 days ago

    નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના બોરસી માછીવાડ ગામમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનાવાયેલા જીંગા તળાવો બનાવાયા છે. જેને તોડી પાડવાની વહીવટી તંત્રની કામગીરી છેલ્લા પાંચ-છ દિવસથી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ મામલે અસરગ્રસ્તો હાઈકોર્ટના શરણે ગયા હોવા છતાં, કોર્ટે ડિમોલિશન પર સ્ટે આપવાનો કે મામલતદારનો હુકમ રદ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. જોકે, કોર્ટે અરજદારોને સાંભળવાની એક તક આપવા સૂચન કરતા આગામી સોમવારે મામલતદાર કચેરી ખાતે સુનાવણી હાથ ધરવામાં આવશે. બીજી તરફ, તંત્રએ મશીનરી સાથે દબાણ હટાવવાની કામગીરી યથાવત રાખી છે. કાયદેસરના કાગળો છતાં તળાવો કેમ તોડાયા?: સરપંચ બોરસી માછીવાડ ગામના સરપંચ વિજયભાઈ મગનભાઈ ટંડેલે ગ્રામજનો અને મંડળી વતી પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, સરકારે મંડળી માટે અમને 35 હેક્ટર જગ્યા ફાળવી છે. અમારી પાસે માસ્ટર મેપિંગનો નકશો, DLR નકશા, કલેક્ટરનો હુકમ, માપણી સીટ, સીએ સર્ટિફિકેટ અને સાત-બારના ઉતારા જેવા તમામ કાયદેસરના દસ્તાવેજો ઉપલબ્ધ છે. છતાં મામલતદારે અહીં આવીને આકરા પગલાં ભરી અમારા તળાવો તોડી નાખ્યા છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, "જિલ્લામાં એવા ઘણા તળાવો છે જેમની પાસે એક પણ કાગળ નથી, તો તેમની સામે પગલાં કેમ નથી લેવાતા? આ તળાવો આશરે 500 જેટલા સ્થાનિકોની રોજીરોટીનો મુખ્ય સ્ત્રોત છે. મનરેગાની જેમ જ આ પણ અમારું ગુજરાન ચલાવવાનું સાધન છે. કલેક્ટરને અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય અને અમને અમારા પુરાવા રજૂ કરવા માટે 4-5 દિવસનો સમય આપવામાં આવે. ફાળવેલા તળાવો સુરક્ષિત, મર્યાદા બહારનું દબાણ દૂર કરાશે: પ્રાંત અધિકારી આ સમગ્ર વિવાદ અંગે નવસારીના પ્રાંત અધિકારી જનમ ઠાકોરે સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, મોજે બોરસી ગામના બ્લોક નંબર 51 હેઠળનો 600 હેક્ટરથી વધુનો વિશાળ વિસ્તાર આવેલો છે. કલેક્ટરના હુકમ અને એમપીએડા (MPEDA)ના માસ્ટર મેપિંગના આધારે અહીં આશરે 75 જેટલા ઈસમોને કાયદેસર રીતે જીંગા તળાવો ફાળવવામાં આવ્યા છે. 5-5 હેક્ટર જમીનની કાયદેસર ફાળવણી પ્રાંત અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે જે લોકોને 5-5 હેક્ટર જમીનની કાયદેસર ફાળવણી થઈ છે, તેમના તળાવોને અમે બિલકુલ ડિસ્ટર્બ નથી કરી રહ્યા. પરંતુ સ્થળ પર તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે કેટલાક ઈસમોએ ૫ હેક્ટરની મર્યાદા ઓળંગીને સાડા પાંચ, છ કે સાત હેક્ટરમાં ગેરકાયદેસર દબાણ ઊભું કરી દીધું છે. DILRના સર્વેયર અને ફિશરીઝ વિભાગની ટીમ સ્થળ પર જ હાજર છે. જો કાયદેસરની જગ્યા કરતાં વધુ જમીન પર દબાણ જોવા મળશે, તો તે વધારાનું દબાણ ચોક્કસપણે દૂર કરવામાં આવશે. હાઈકોર્ટનો સ્ટે આપવાનો ઈનકાર, 15 તારીખે સુનાવણી ડિમોલિશનની કાર્યવાહી સામે 11 જેટલા જીંગા તળાવ ઉછેર કરનારા વ્યક્તિઓ તાકીદની સુનાવણીની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા. તેઓની મુખ્ય માંગ મામલતદાર જલાલપુરના કલમ 61 હેઠળના દબાણ દૂર કરવાના હુકમને રદ કરવાની અને ડિમોલિશન પર સ્ટે મેળવવાની હતી. જોકે, હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ વહીવટી તંત્રની કામગીરી પર સ્ટે આપવાનો સાફ ઈનકાર કરી દીધો છે અને મામલતદારનો હુકમ પણ યથાવત રાખ્યો છે. કોર્ટે માત્ર એટલું સૂચન કર્યું છે કે આ 11 અરજદારોને રજૂઆતની એક તક મળવી જોઈએ. જેના પગલે આગામી સોમવાર, 15 તારીખે સવારે 11 કલાકે જલાલપુર મામલતદાર સમક્ષ સુનાવણી નિયત કરવામાં આવી છે, જ્યાં અરજદારોએ પોતાના પુરાવા રજૂ કરવાના રહેશે. અત્યાર સુધીમાં 11 ગેરકાયદે તળાવો જમીનદોસ્ત કરાયા તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પ્રાથમિક ચકાસણીમાં આશરે 20 થી 25 જેટલા તળાવો સંપૂર્ણપણે ગેરકાયદેસર હોવાનું માલૂમ પડ્યું છે. જેમાંથી અત્યાર સુધીમાં 11 જેટલા તળાવો તોડી પાડવામાં આવ્યા છે. જીંગા તળાવો ખૂબ મોટા વિસ્તારમાં પથરાયેલા હોવાથી અને તેના પાળા ઊંચા હોવાથી, સ્થળ પર 8 થી 10 જેસીબી/પોકલેન મશીનો કાર્યરત હોવા છતાં દિવસ દરમિયાન માંડ 3 થી 4 તળાવો તોડી શકાય છે. કોર્ટ તરફથી કોઈ મનાઈ હુકમ ન હોવાથી તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર તળાવો નાબૂદ કરવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરત પોલીસનું 'ઓપરેશન ટ્રેપ':900 દિવસમાં 243 મોસ્ટ વોન્ટેડ જેલના સળિયા પાછળ, વેશપલટો કરી 30 વર્ષથી ફરાર ગુનેગારોને પણ દબોચ્યા
    Next Article
    India vs Afghanistan LIVE Score, 1st ODI: AFG – 13/1 (2); Debutant Gurnoor removes Zadran in first over

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment