Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા ધાકડી શાળામાં બટુક ભોજન યોજાયું:નવા સત્રના પ્રારંભે વિદ્યાર્થીઓમાં શાળા પ્રત્યે લગાવ વધારવા આયોજન

    1 week ago

    અમદાવાદ સ્થિત હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા ધાકડી પ્રાથમિક શાળામાં બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે વિદ્યાર્થીઓમાં શાળા પ્રત્યેનો લગાવ વધે અને તેઓ નિયમિત અભ્યાસ સાથે જોડાયેલા રહે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. હેલ્પ્સ ફાઉન્ડેશનના સ્થાપક ડૉ. ધીરેન્દ્રભાઈ પટેલ અને ડૉ. કાજલબેન પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે મોહનથાળ અને પૂરી-શાકનું પૌષ્ટિક ભોજન પીરસવામાં આવ્યું હતું. બાળકોમાં ભોજનને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. હેલ્પ્સ ફાઉન્ડેશન ભગવત સ્વરૂપ માંડલ, પાટડી, વિરમગામ સહિત સમગ્ર ગુજરાતમાં શિક્ષણ, સમાજસેવા અને માનવ કલ્યાણના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે. આ બટુક ભોજન કાર્યક્રમ પણ તેમની સેવાભાવનાનું એક ઉદાહરણ છે. આ પ્રસંગે ધાકડી પ્રાથમિક શાળાના આચાર્યા હંસાબેન દીપકભાઈ પરમાર, શિક્ષકગણ, સ્ટાફ પરિવાર અને એસ.એમ.સી.ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ હેલ્પ્સ ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને સંસ્થાના સ્થાપક ડૉ. ધીરેન્દ્રભાઈ પટેલ તથા તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થાય છે. સમાજ અને શિક્ષણ વચ્ચેનો સેતુ મજબૂત બનાવવાના હેતુથી હેલ્પ્સ ફાઉન્ડેશનની કામગીરી પ્રેરણાદાયી બની રહી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ:ગુજરાત લલિત કલા અકાદમી અને યુવા પ્રવૃત્તિ કચેરી દ્વારા આયોજન
    Next Article
    Junagadh education scam case | જૂનાગઢ શિક્ષણ કૌભાંડ મામલે સરકાર એક્શનમાં | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment