Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા-દાહોદ મેમુ ટ્રેન આવતીકાલે રદ:છાયાપુરી-પિલોલ વચ્ચે બ્લોકને કારણે પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન વ્યવહારમાં ફેરફાર કરાયો

    1 week ago

    પશ્ચિમ રેલવે દ્વારા આવતીકાલે, ૧૪ જૂનના રોજ વડોદરા-દાહોદ મેમુ પેસેન્જર ટ્રેન રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય વડોદરા-ગોધરા રેલ સેક્શન પર બ્લોક લેવાને કારણે લેવાયો છે. વડોદરા મંડળના છાયાપુરી અને પિલોલ સ્ટેશનો વચ્ચે આવેલા બ્રિજ નંબર 10A પર હાલના સ્ટીલ ગર્ડર્સને PSC સ્લેબથી બદલવા માટે રેલવે દ્વારા બ્લોક લેવામાં આવશે. આ કામગીરીને કારણે ટ્રેન વ્યવહારમાં ફેરફાર કરાયો છે. આ બ્લોકને કારણે, વડોદરાથી ઉપડતી વડોદરા-દાહોદ મેમુ પેસેન્જર ટ્રેન વડોદરા અને ગોધરા વચ્ચે રદ રહેશે. આ ઉપરાંત, ઉધનાથી ઉપડનારી ટ્રેન નંબર 09031 ઉધના-હસનપુર રોડ સ્પેશિયલ ટ્રેન તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક અને 15 મિનિટ મોડી ઉપડશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને આ ફેરફારોની નોંધ લેવા અને તે મુજબ તેમની મુસાફરીનું આયોજન કરવા વિનંતી કરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાની શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો:સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાના બાળકોને પર્યાવરણ જાગૃતિ અંગે જાણકારી અપાઈ
    Next Article
    મોદી સરકારની 12 વર્ષની સિદ્ધિઓ:પ્રભારી મંત્રી બરંડાએ વિકાસયાત્રા, સુશાસન અને ઐતિહાસિક સિદ્ધિઓ ગણાવી; વૈશ્વિક સર્વેમાં 75% અપ્રુવલ રેટિંગ સાથે મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment