Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી હાઇકોર્ટે 'કાલા હિરણ'ના મેકર્સને નોટિસ ફટકારી:એક્ટરના હાથમાં બંદૂક અને બ્લુ બ્રેસલેટ, સલમાનને બદનામ કરવાનું કાવતરું ઘડ્યાનો આક્ષેપ

    13 hours ago

    બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના બહુચર્ચિત કાળિયાર કેસ પરથી કથિત રીતે પ્રેરિત 'કાલા હિરણ' ફિલ્મ બનાવવામાં આવી છે. શુક્રવારે ફિલ્મનું ફર્સ્ટ લુક રિવીલ કરાયું છે. તેવામાં એક્ટરે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી. હવે હાઇકોર્ટે સલમાન ખાનની અરજી પર નોટિસ જારી કરી છે. અરજીમાં 'કાલા હિરણ'ની રિલીઝ અને પ્રમોશન પર રોક લગાવવાની માંગ કરી હતી. હાઇકોર્ટે પ્રોડ્યુસર અમિત જાની, જાની ફાયરફોક્સ ફિલ્મ્સ, ડિરેક્ટર ભારત શ્રીનેત, અક્ષય પાંડે અને પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અન્ય લોકોને નોટિસ જારી કરવાનો નિર્દેશ આપ્યો. કોર્ટની સુનાવણી પહેલાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરાયું જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ સલમાન ખાનની તે અરજી પર પણ વિચાર કર્યો, જેમાં ફિલ્મના રિલીઝ પર વચગાળાનો પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટને જણાવવામાં આવ્યું કે, ફિલ્મનું ટ્રેલર શુક્રવારે જારી કરી દેવામાં આવ્યું છે, જ્યારે અગાઉ સંકેત આપવામાં આવ્યો હતો કે તેને 20 જૂને રિલીઝ કરવામાં આવશે. આ પછી કોર્ટે કેસની આગામી સુનાવણી 19 જૂન માટે નક્કી કરી હતી. વાદળી બ્રેસલેટને ઓળખનું ચિહ્ન સલમાનની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ફિલ્મ અને તેનાથી સંબંધિત પ્રમોશનલ કન્ટેન્ટ 1998ના કાળા હરણ શિકાર કેસથી પ્રેરિત અથવા તેના પર આધારિત હોવાનું જણાય છે. યાચિકા અનુસાર, ભલે એક્ટરનું નામ સીધા ઉપયોગમાં લેવાયું ન હોય, પરંતુ પોસ્ટર, પ્રમોશનલ કન્ટેન્ટ અને પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકોના સાર્વજનિક નિવેદનોથી દર્શકો તેને (સલમાનને) સરળતાથી ઓળખી શકે છે. યાચિકામાં 29 મે 2026ના રોજ જાહેર કરાયેલા એક પોસ્ટરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. દાવો કરવામાં આવ્યો કે, તેમાં દર્શાવેલું પાત્ર સલમાનને મળતું આવે છે અને તેણે એક્ટરના ઓળખ ચિહ્ન મનાતા વાદળી રંગના બ્રેસલેટ જેવું બ્રેસલેટ પહેર્યું છે. અમિત જાનીના નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પોસ્ટરમાં પાત્રને હથિયાર સાથે દર્શાવવામાં આવ્યું છે, જ્યારે સલમાન આર્મ્સ એક્ટ સંબંધિત કેસમાં નિર્દોષ છૂટી ગયો છે. એક્ટરનું કહેવું છે કે, આનાથી ખોટો સંદેશ જઈ શકે છે. સલમાનના વકીલે એમ પણ દલીલ કરી હતી કે, ફિલ્મની વાર્તા એવા કેસો સાથે સંબંધિત લાગે છે, જે હાલમાં ઉચ્ચ અદાલતોમાં વિચારણા હેઠળ છે. અરજી મુજબ, આવા વિષયો પર આધારિત કન્ટેન્ટનું પ્રમોશન પેન્ડિંગ ન્યાયિક કાર્યવાહીને અસર કરી શકે છે અને નિષ્પક્ષ સુનાવણીના અધિકાર પર અસર કરી શકે છે. નોટિસ મોકલી છતાં પ્રમોશન ન અટકતા કોર્ટનો દરવાજો ખખડાવ્યો અરજીમાં ફિલ્મના પ્રોડ્યુસર અમિત જાનીના કથિત મીડિયા ઇન્ટરવ્યુ, સોશિયલ મીડિયા પોસ્ટ અને જાહેર નિવેદનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે, આમાં ફિલ્મને કાળા હરણ કેસ અને ગેંગસ્ટર લોરેન્સ સાથે જોડવામાં આવી હતી, જેનાથી પ્રમોશન મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યાચીકા અનુસાર, 24 એપ્રિલ 2026ના રોજ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લોકોને એક કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં ફિલ્મના ડેવલપમેન્ટ અને પ્રમોશનને રોકવાની માંગ કરવામાં આવી હતી. જોકે, એક્ટરનો આરોપ છે કે નોટિસ છતાં પ્રમોશનલ એક્ટિવિટીઝ ચાલુ રહી, જેના કારણે તેને કોર્ટમાં આવવું પડ્યું. સલમાને ફિલ્મની રિલીઝ રોકવાની માંગ કરી સલમાને કોર્ટને વિનંતી કરી કે, વિવાદના અંતિમ નિરાકરણ સુધી ફિલ્મના કોઈપણ ટીઝર, ટ્રેલર, પોસ્ટર અથવા અન્ય પ્રમોશનલ મટિરિયલના પ્રકાશન, પ્રસારણ અને પ્રદર્શન પર રોક લગાવવામાં આવે અને ફિલ્મની રિલીઝ પણ રોકી દેવામાં આવે. ફિલ્મ 'કાલા હિરણ'નો ફર્સ્ટ લુક રિલીઝ નોંધનીય છે કે, કાળા હરણ કેસથી પ્રેરિત ફિલ્મ 'કાલા હિરણ: ધ બેટલ ફોર લેગસી'નો ફર્સ્ટ લુક ગઈકાલે રિલીઝ કરવામાં આવ્યો હતો. જેમાં સલમાન ખાનનો ઉલ્લેખ અયાન ખાન અને લોરેન્સનો ઉલ્લેખ લાયન નામથી કરવામાં આવ્યો છે. ફિલ્મનું ડિરેક્શન ભારત એસ. શ્રીનાથે કર્યું છે, જ્યારે અમિત જાની તેના લેખક અને નિર્માતા છે. સલમાન તરફથી મળેલ લીગલ નોટિસ ફાડી આ પહેલાં ફિલ્મના પ્રોડ્યુસર અમિત જાનીએ સલમાન ખાન તરફથી મળેલ લીગલ નોટિસ ફાડી નાખી હતી. અમિત જાનીએ સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલા વીડિયોમાં કહ્યું હતું કે, દરેક જણ મને પૂછી રહ્યું છે, મીડિયા, મિત્રો, કે સલમાન ખાનની નોટિસ પર તમારે શું કહેવું છે? આ નોટિસ પર હું શું કહું? છેલ્લા 36 કલાકથી તેમની ડોંગરી, ધારાવી, જોગેશ્વરીના મુસ્લિમ છોકરાઓની ફેન ફોલોઈંગ, તેમના ટૂલકિટે મને જાનથી મારી નાખવા, મુંબઈ આવવા અને માથું વાઢી નાખવાના હજારો મેસેજ મોકલ્યા છે અને તેમના ટૂલકિટ દ્વારા એક મેસેજ, ભલે તે અસલી હોય કે નકલી, મને ખબર નથી, ડી-કંપનીના નામથી મોકલવામાં આવ્યો છે. ડી-કંપની છોડશે નહીં. જાનીએ આગળ કહ્યું કે, 'તો હું કોનો જવાબ આપું? શું હું સલમાન ખાનની ટૂલકિટ દ્વારા અપાયેલી હજારો ગાળો અને ધમકીઓનો જવાબ આપું? શું હું આ નોટિસનો જવાબ આપું?' આ પછી જાનીએ નોટિસ ફાડતા કહ્યું કે, 'આ જ તમારી નોટિસનો જવાબ છે.' તેમણે આગળ કહ્યું, હવે રહી તમારી ધમકીઓ. તમારી જે ધમકી આપતી ટૂલકિટ છે, જે ગેંગ છે, તમારા જે બદતમીઝ ફેન છે, અને ધારાવીમાં ઉછરેલા કહેવાતા ગુંડાઓ છે, અથવા તમારા તે કહેવાતા ફેન જે જોગેશ્વરી અને ડોંગરીમાં રહે છે, અને ડી-કંપની તરફથી જે પ્રકારના મેસેજ આવી રહ્યા છે કે પરિવારને ખતમ કરી દઈશું… નોટિસ, મેં તમને તમારો જવાબ આપી દીધો છે. હવે અમે ડી-કંપનીને જોઈશું. મોકલો, જેને મોકલવા હોય. જ્યારે, આ પહેલા ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરેલા વીડિયોમાં અમિત જાનીએ કહ્યું હતું કે, 'અમારી આખી ફિલ્મ સલમાન ખાનની બાયોપિક નથી. અમારી આખી ફિલ્મ સલમાન ખાનના દૃષ્ટિકોણથી નથી.' તો ABP ન્યૂઝ સાથેની વાતચીતમાં જાનીએ કહ્યું હતું કે, ''કાલા હિરણ' બિશ્નોઈ સમાજના સંઘર્ષ, તેમના વારસા અને વન્યજીવો પ્રત્યેના તેમના સમર્પણને દર્શાવે છે. સલમાન ખાન ફિલ્મનો માત્ર એક ભાગ છે.' 1998માં કાળા હરણના શિકારનો કેસ સામે આવ્યો સલમાન ખાન સાથે સંકળાયેલો કાળિયાર શિકાર કેસ વર્ષ 1998માં સામે આવ્યો હતો, જ્યારે તે રાજસ્થાનના જોધપુરમાં ફિલ્મ 'હમ સાથ-સાથ હૈં'નું શૂટિંગ કરી રહ્યો હતો. સલમાન વિરુદ્ધ કુલ ચાર કેસ નોંધવામાં આવ્યા હતા. આમાં બે ચિંકારા શિકાર કેસ, એક કાંકાણી કાળિયાર શિકાર કેસ અને એક આર્મ્સ એક્ટનો કેસ સામેલ હતો. કાળિયાર શિકાર કેસમાં બિશ્નોઈ સમુદાયની ફરિયાદ પર સલમાન સાથે સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને નીલમ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસોમાં 12 ઓક્ટોબર 1998ના રોજ સલમાન ખાનની પહેલીવાર ધરપકડ કરવામાં આવી હતી, જોકે બાદમાં તેને જામીન મળી ગયા હતા. એપ્રિલ 2006માં ચિંકારા શિકાર કેસોમાં સલમાનને સજા સંભળાવવામાં આવી હતી. જાન્યુઆરી 2017માં તેમને આર્મ્સ એક્ટ કેસમાં નિર્દોષ છોડી દેવામાં આવ્યો હતો, જ્યારે, 5 એપ્રિલ 2018ના રોજ કાળિયાર શિકાર કેસમાં તેને 5 વર્ષની જેલ અને 10 હજાર રૂપિયા દંડની સજા મળી હતી. આ જ કેસમાં બાકીના કલાકારોને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા. પછીથી સલમાનને જામીન મળી ગયા. હાલમાં આ મામલો રાજસ્થાન હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. મે 2026માં થયેલી સુનાવણી બાદ કોર્ટે આગામી સુનાવણી 13 જુલાઈ 2026 માટે નક્કી કરી છે. સલમાન ખાન હાલમાં જામીન પર બહાર છે.
    Click here to Read More
    Previous Article
    William Butler Yeats: Surprising facts beyond the poetry
    Next Article
    ઇટાવામાં 27 વર્ષની MBBS ડોક્ટરે ગળે ફાંસો ખાધો:NEET-PGની તૈયારી કરી રહી હતી, સુસાઈડ નોટમાં લખ્યું- હવે વધુ સહન કરી શકતી નથી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment