Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ગૌસેવકોની સમયસૂચકતાથી બે ગાયના જીવ બચ્યા:એકને ડિલિવરીમાં અને બીજી ગાયને બીમારમાં સારવાર મળી

    6 days ago

    ભરૂચ શહેરમાં ગૌસેવકોની સમયસર કામગીરીને કારણે મુશ્કેલીમાં મુકાયેલી બે ગાયનો જીવ બચ્યો હતો. રાત્રિના સમયે પશુચિકિત્સકની અનુપલબ્ધતા છતાં જીવદયા પ્રેમીઓએ તાત્કાલિક સારવાર પૂરી પાડી હતી. પ્રથમ ઘટના મીરા શોપિંગ સેન્ટર સામે બની હતી, જ્યાં એક ગાય ડિલિવરી દરમિયાન ગંભીર સ્થિતિમાં હતી. જીવદયા પ્રેમી પ્રતિક સુખડિયાએ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેન શાહને જાણ કરી હતી. રાત્રિનો સમય હોવાથી પશુચિકિત્સક ઉપલબ્ધ ન હોવા છતાં હિરેન શાહ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં હાજર સંજય રાણાએ ગાયનું ગર્ભાશય બહાર નીકળી ગયેલું હોવાનું જણાવ્યું હતું. આ જાણ થતાં જ અન્ય ગૌપ્રેમીઓ અને ગૌસેવકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. પશુચિકિત્સકની ગેરહાજરીમાં ગૌસેવકોએ વિવિધ પ્રયાસો શરૂ કર્યા હતા. હિરેન શાહે જીવદયા પ્રેમી સંજયભાઈ પટેલનો સંપર્ક કર્યો અને તેમને તાત્કાલિક મદદ માટે બોલાવ્યા. સંજયભાઈ પટેલ, હિરેન શાહ અને ગરુડ ગૌ સેનાના સભ્યોએ સંયુક્ત પ્રયાસોથી ગાયને જરૂરી સારવાર આપી ગર્ભાશયને સુરક્ષિત રીતે યથાસ્થાને ગોઠવ્યું. આનાથી ગાયની સ્થિતિમાં સુધારો થયો. આ દરમિયાન, અયોધ્યા નગર વિસ્તારમાં સંતોષી માતાના મંદિર નજીક એક ગાય છેલ્લા એક દિવસથી બીમાર હાલતમાં પડી હોવાની માહિતી મળી. ગૌસેવકોની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી અને ગાયને સારવાર આપી, જેના પરિણામે તે સ્વસ્થ થઈ ફરી ઊભી થઈ શકી. બંને કિસ્સાઓમાં ગૌસેવકોની સમયસર કામગીરી અને સેવાભાવને સ્થાનિક રહેવાસીઓએ બિરદાવ્યા હતા. સ્થાનિકોએ તેમનો આભાર વ્યક્ત કરીને આ નિઃસ્વાર્થ જીવદયા સેવાને સરાહનીય ગણાવી હતી.
    Click here to Read More
    Previous Article
    JoSAA Counselling 2026: Round one allotment list released at josaa.nic.in
    Next Article
    Junagadh Education Scam LIVE | વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાંનો જીવતો પુરાવો | Collage Adimission

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment