Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ નોંધાઈ:ગોધમજીમાં જમીન વિવાદમાં ગાડી પાર્ક કરવા મામલે બખેડો

    6 दिन पहले

    ઇડરના ગોધમજીમાં ઘર આગળ ગાડી પાર્ક કરવા જેવી બાબતે કાકી સાસુ અને જેઠ-જેઠાણી વચ્ચે બોલાચાલી અને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ભોગ બનનાર દેરાણીએ ઇડર પોલીસમાં પોતાના સગા જેઠ અને જેઠાણી વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. ગોધમજીમાં રહેતા 55 વર્ષીય જનકકુંવરબા જેતાવતના દીકરી અલ્પાબા તથા જમાઈ નીલરાજસિંહ વાઘેલા ગાડી લઈને આવ્યા હતા. તેઓ જ્યારે ગાડીમાંથી સામાન ઉતારી રહ્યા હતા. ત્યારે ઘરની સામે જ રહેતા જેઠ પ્રતાપસિંહ માનસિંહ જેતાવત અને જેઠાણી શર્મીષ્ઠાબા જેતાવત ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે અહીંયા ગાડી કેમ મૂકી છે તેમ કહી અપશબ્દો બોલવા માંડી પ્રતાપસિંહે લાકડી બતાવીને ધમકાવીને હવે પછી અહીંયા ગાડી પાર્ક કરશો તો જાનથી મારી નાખીશુંની ધમકી આપી હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેમના જેઠ-જેઠાણી છેલ્લા એક વર્ષથી ગામમાં રહેવા આવ્યા છે ત્યારથી તેમની સર્વે નં.432 વાળી ખેતીલાયક જમીન પર ખોટી દાનત રાખીને અવારનવાર ઝઘડા કરે છે. અગાઉ પણ તેમની સામે ઇડર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. ગામના લોકોને પણ ખેતર વાવવા ન દેવાની ધમકીઓ આપતા હોવાથી ભોગ બનનાર મહિલા નરોડાનું મકાન ભાડે આપીને અહીં રહેવા આવ્યા હતા. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદને આગામી સમયમાં નવો આઉટર રિંગ રોડ મળશે:હાલના SP રિંગ રોડને 2200 કરોડના ખર્ચે મોટો કરવાનું કામ 2027માં પૂર્ણ થશે, લોજિસ્ટિક ઝોન વધવાની શક્યતા
    Next Article
    Uttarakhand Weather News | ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં બદલાયો મોસમનો મિજાજ | Monsoon | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment