Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મારી દીકરીને લાગે છે કે તે જાડી છે':'પોતાની સરખામણી સોશિયલ મીડિયાની છોકરીઓ સાથે કરે છે અને દુઃખી થાય છે', 'કેવી રીતે સમજાવું?'

    9 hours ago

    પ્રશ્ન- હું દિલ્હીથી છું. મારી 14 વર્ષની દીકરી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી હું નોટિસ કરી રહી છું કે તે તેના દેખાવ અને શરીરને લઈને ખૂબ જ અસુરક્ષિત અનુભવવા લાગી છે. ક્યારેક તે તેના વજનને લઈને પરેશાન રહે છે, તો ક્યારેક તેની ત્વચા કે ઊંચાઈને લઈને. તે અવારનવાર પોતાની સરખામણી સોશિયલ મીડિયા પર દેખાતી છોકરીઓ સાથે કરે છે અને ઘણીવાર પોતાને ઓછી સમજે છે. મને તેની ચિંતા થઈ રહી છે. તેને કેવી રીતે સમજાવું કે સાચી સુંદરતા શું હોય છે અને તેનો આત્મવિશ્વાસ કેવી રીતે વધારું? નિષ્ણાત: ડો. અમિતા શ્રૃંગી, સાયકોલોજિસ્ટ, ફેમિલી એન્ડ ચાઈલ્ડ કાઉન્સિલર, જયપુર જવાબ- પ્રશ્ન પૂછવા બદલ આભાર. કિશોરાવસ્થા એટલે કે ટીનેજ એ સમય છે, જ્યારે બાળકો પોતાના શરીર, દેખાવ અને બીજાના અભિપ્રાયને લઈને સંવેદનશીલ હોય છે. પ્યુબર્ટીની ઉંમર એટલે કે 13-18 વર્ષની ઉંમરમાં ઝડપથી શારીરિક અને માનસિક ફેરફારો થાય છે. આ ઉંમરે સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સ અને મિત્રો પાસેથી માન્યતા મેળવવાની ઈચ્છા વધે છે. આના કારણે પરફેક્ટ દેખાવાનું દબાણ બને છે. આવી સ્થિતિમાં પોતાના દેખાવને લઈને અસુરક્ષિત અનુભવવું સામાન્ય છે. જોકે, તેને માત્ર એક તબક્કો કહીને અવગણવો ન જોઈએ, કારણ કે સતત નકારાત્મક બોડી ઇમેજ બાળકના આત્મવિશ્વાસ અને માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે. પહેલા સમજો, બોડી ઇમેજ શું હોય છે? ટીનએજમાં બોડી ઇમેજને લઈને ચિંતા કેમ થાય છે? આ તબક્કામાં શરીર અને ભાવનાઓ બંનેમાં ફેરફારો આવે છે. આ દરમિયાન બાળકો પોતાને બીજાની નજરથી જોવા લાગે છે. તેમને લાગે છે કે લોકો તેમના દેખાવને જજ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાએ આ સમસ્યાને વધુ વધારી દીધી છે. ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અને શોર્ટ વીડિયો પ્લેટફોર્મ્સ પર બાળકો હંમેશા એવા ચહેરા જુએ છે, જે ફિલ્ટર, મેકઅપ, એડિટિંગ અને કેમેરા એંગલની મદદથી ‘પરફેક્ટ’ બનાવવામાં આવે છે. બાળકો વાસ્તવિક જીવન અને સોશિયલ મીડિયા વચ્ચેનો ફરક પારખી શકતા નથી. ટીનેજમાં બોડી ઇમેજને લઈને ચિંતા પાછળ અન્ય ઘણા કારણો પણ છે. તેને ગ્રાફિકમાં જુઓ- સોશિયલ મીડિયાનો બોડી ઇમેજ પર પ્રભાવ ટીનેજ બોડી ઇમેજ પર અત્યાર સુધી ઘણા અભ્યાસ થઈ ચૂક્યા છે, જે દર્શાવે છે કે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ કિશોરીઓના આત્મવિશ્વાસ, માનસિક સ્વાસ્થ્ય અને પોતાને જોવાની દ્રષ્ટિને ઊંડાણપૂર્વક પ્રભાવિત કરી રહ્યા છે. ચાલો, હવે આ સમસ્યાના સમાધાન પર વાત કરીએ- દીકરીની લાગણીઓને હળવાશથી ન લો ઘણીવાર માતા-પિતા પોતાની ટીનેજ દીકરીને સમજાવવા માટે તરત જ કહી દે છે- જોકે આવું કહેવા પાછળ પ્રેમ હોય છે, પરંતુ ઘણીવાર દીકરી એવું વિચારી શકે છે કે તેની લાગણીઓને ગંભીરતાથી લેવામાં આવી રહી નથી. તેથી સૌથી પહેલા તેની વાત સાંભળો. જો તે કહે છે કે તેને પોતાની સ્કિન, વજન કે ઊંચાઈ પસંદ નથી, તો તરત જ સમજાવવાને બદલે પૂછો કે- જ્યારે બાળકો પોતાની વાત ખુલ્લીને કહી શકે છે, ત્યારે તેમને ભાવનાત્મક રીતે સુરક્ષાનો અહેસાસ થાય છે. સોશિયલ મીડિયાની ‘પરફેક્ટ દુનિયા’નું સત્ય સમજાવો દીકરીને જણાવો કે સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ પોતાની જિંદગીનો ‘સૌથી સારો ભાગ’ બતાવે છે. કોઈ પોતાની પરેશાનીઓ અને અસુરક્ષા બતાવતું નથી. બાળકો એ સમજી શકતા નથી કે- દીકરી સાથે ખુલીને આ વિશે વાત કરો કે- સોશિયલ મીડિયાને રિયલ લાઇફ માનવાના સંભવિત જોખમો ગ્રાફિકમાં જુઓ- ફક્ત દેખાવના વખાણ ન કરો જો બાળકોને હંમેશા ફક્ત "તમે ખૂબ સુંદર લાગી રહ્યા છો" જેવી પ્રશંસા મળે છે, તો તેઓ પોતાની ઓળખને ફક્ત દેખાવ સાથે જોડવા લાગે છે. દીકરીને સમજાવો કે સુંદરતા ફક્ત ચહેરા, રંગ કે શરીર સુધી સીમિત નથી હોતી. અસલી સુંદરતામાં ઘણી વસ્તુઓ સામેલ હોય છે- બાળકીને જણાવો કે દુનિયામાં દરેક વ્યક્તિ અલગ છે અને આ જ તેની સૌથી મોટી ખાસિયત છે. આ સાથે જ તમે દીકરીની બીજી ખાસિયતોની પ્રશંસા કરો. જેમ કે- જ્યારે બાળકી સમજે છે કે તેની કિંમત ફક્ત ચહેરા કે શરીરથી નક્કી થતી નથી, ત્યારે તેનો આત્મવિશ્વાસ મજબૂત થાય છે. ઘરનું વાતાવરણ સકારાત્મક રાખો બાળકો ફક્ત વાતો સાંભળતા નથી, તેઓ ઘરનું વાતાવરણ પણ અનુભવે છે. જો ઘરમાં વારંવાર વજન, રંગ, ઊંચાઈ કે દેખાવ વિશે વાતો થતી હોય, તો તેની અસર બાળકો પર પડે છે. ઉદાહરણ તરીકે- આવી વાતો બાળકના મનમાં ઊંડે સુધી બેસી શકે છે. તેથી પ્રયાસ કરો કે ઘરમાં- દીકરીનો આત્મવિશ્વાસ વધારવા માટે ગ્રાફિકમાં આપેલી કેટલીક અન્ય વાતોનું ધ્યાન રાખો- દીકરી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવો ઘણીવાર બાળકો એટલા માટે પણ વધુ અસુરક્ષિત અનુભવે છે, કારણ કે તેમને ભાવનાત્મક સહાયની જરૂર હોય છે. તમારી દીકરી સાથે સમય વિતાવો. જ્યારે બાળકને લાગે છે કે તેને કોઈ પણ નિર્ણય વિના સ્વીકારવામાં આવી રહ્યું છે, ત્યારે તેનો આત્મવિશ્વાસ ધીમે ધીમે વધવા લાગે છે. ક્યારે સાવચેત રહેવાની જરૂર છે? જો દીકરી- તો તેને ગંભીરતાથી લેવું જોઈએ. જરૂર પડે તો ચાઈલ્ડ સાયકોલોજિસ્ટ કે કાઉન્સેલરની મદદ લેવી વધુ સારું છે. અંતમાં હું એટલું જ કહીશ કે તમારી દીકરીને આ સમયે સૌથી વધુ જરૂર 'પરફેક્ટ દેખાવા'ની નથી, પરંતુ એ અનુભવવાની છે કે તે જેવી છે, તેવી જ પ્રેમ, સન્માન અને સ્વીકૃતિની હકદાર છે. જ્યારે ઘરથી તેને વિશ્વાસ, ભાવનાત્મક સુરક્ષા અને બિનશરતી પ્રેમ મળશે, ત્યારે ધીમે ધીમે તે પોતાને બીજાઓ સાથે સરખાવવાને બદલે પોતાની ખૂબીઓને ઓળખતા શીખી જશે. યાદ રાખો, બાળકોનો આત્મવિશ્વાસ એક દિવસમાં નથી બનતો. આ રોજની નાની-નાની વાતચીત, સપોર્ટ અને સ્વીકૃતિથી મજબૂત થાય છે.
    Click here to Read More
    Previous Article
    USA vs Paraguay Live Streaming: How To Watch FIFA World Cup Group D Match On TV, Online?
    Next Article
    આશાની સૌથી સુંદર કહાની!:એક બુકશોપ, અધૂરા સંબંધો અને જીવનનો દસ્તાવેજ; ફરીથી જીવતા શીખવા માટે આ પુસ્તક વાંચો

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment