Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાઇપ લીકેજ થતા રોડ તોડી પાણીના ફુવારો:ચોમાસાની એન્ટ્રી પહેલા જ અડાજણમાં રોડ પર નદી જેવા દ્રશ્યો થયા, ગણતરીની મિનિટોમાં ગટરમાં વહી ગયું

    1 week ago

    હાલ ચોમાસા પૂર્વે સુરત મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે પ્રિ-મોન્સૂનની કામગીરી ચાલી રહી હોવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ દાવાઓ અને તંત્રની પોલ ખોલતી એક ગંભીર ઘટના સુરતના જાણીતા અને પોશ ગણાતા અડાજણ વિસ્તારમાંથી સામે આવી છે. અડાજણ વિસ્તારમાં પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈનમાં અચાનક મોટું ભંગાણ સર્જાતાં, પાણી એટલા પ્રચંડ પ્રેશર સાથે બહાર આવ્યું કે જાણે ભૂકંપ આવ્યો હોય તેમ પાકો ડામરનો રોડ તોડીને પાણી નદીની જેમ વહેવા લાગ્યું હતું. રોડનો મોટો હિસ્સો તૂટ્યો, પાણી રોડ પર નદીની જેમ વહ્યું પાણીનું દબાણ એટલું વધારે હતું કે રોડનો મોટો હિસ્સો તૂટી ગયો હતો અને પાણી રોડ પર નદીની જેમ વહેવા લાગ્યું હતું અને જોતજોતામાં અડાજણનો મુખ્ય માર્ગ પાણી-પાણી થઈ ગયો હતો. રસ્તા પર જાણે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પ્રિ-મોન્સૂન કામગીરી પૂરજોશમાં ચાલી રહી હોવાની ગુલબાંગો સુરત મહાનગરપાલિકા દર વર્ષે ચોમાસા પહેલા લાઈનોની સફાઈ, ડ્રેનેજ વ્યવસ્થા અને પાણીની પાઈપલાઈનોના મેઈન્ટેનન્સ પાછળ કરોડો રૂપિયાનું બજેટ વાપરે છે. અત્યારે પણ શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરી પૂરજોશમાં ચાલી રહી હોવાની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. ત્યારે જ બરાબર ચોમાસાની એન્ટ્રી પહેલાં જ આવી ઘટના બનવી એ પાલિકાના હાઈડ્રોલિક વિભાગ અને કોન્ટ્રાક્ટરોની ગુણવત્તા સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ખડો કરે છે. શુદ્ધ અને પીવાલાયક પાણી ગણતરીની મિનિટોમાં ગટરમાં વહી ગયું આ ઘટનામાં સૌથી વધુ દુઃખદ બાબત એ છે કે, જે પાણીને શુદ્ધ કરીને લોકોના ઘરો સુધી પહોંચાડવા માટે મોટો ખર્ચ કરવામાં આવે છે, તે શુદ્ધ અને પીવાલાયક પાણી ગણતરીની મિનિટોમાં ગટરમાં વહી ગયું. ઉનાળાની સીઝન હજુ ચાલુ જ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટે વલખાં મારવા પડે છે, ત્યારે સ્માર્ટ સિટીના નાક નીચે આ પ્રકારે હજારો-લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન મુલાકાતીઓ માટે વર્ષાઋતુ દરમ્યાન 4મહિના બંધ:ચોમાસામાં વન્યજીવોના સંવનનકાળને લીધે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન આગામી 15 ઓક્ટોબર સુધી બંધ
    Next Article
    India vs Afghanistan 1st ODI: Check Predicted Playing XI, Live Streaming Details, Weather And Pitch Reports

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment