Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ ભાજપની સમીક્ષા બેઠક યોજાઈ:વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમો અને પ્રશિક્ષણ વર્ગના આયોજન અંગે ચર્ચા

    12 hours ago

    પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણ તાલુકા ભાજપની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં યોજાનારા વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમો અને પ્રશિક્ષણ વર્ગના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં જિલ્લા પ્રભારી સત્યેન કુલાબકરે આગામી કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી હતી. આ કાર્યક્રમોમાં પ્રગતિ પથ યાત્રા, વિશેષ જનસંપર્ક અભિયાન (જેમાં 500 પ્રતિષ્ઠિત નાગરિકોની રૂબરૂ મુલાકાત લેવાશે) અને સરકારની સિદ્ધિઓને ઉજાગર કરતી ત્રણ દિવસીય પ્રદર્શનીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પ્રબુદ્ધ નાગરિકો માટે વિકસિત ભારત સંકલ્પ સંમેલન, જનતાની સમસ્યાઓના સ્થળ પર નિકાલ માટે જનકલ્યાણ શિબિર (સેવાસેતુ), ખેડૂતો માટે જિલ્લા સ્તરે પ્રાકૃતિક ખેતી કાર્યશાળા અને 21મી જૂને વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા મહામંત્રી સંજયભાઇ પટેલ અને બાબુજી ઠાકોર, તાલુકા પ્રમુખ રાહુલભાઈ પટેલ, જિલ્લા મંત્રી નિકુલભાઈ પટેલ, તાલુકા પ્રભારી દિલીપભાઈ જોશી સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઇ દેસાઈએ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ-અમદાવાદ હાઈવે પર ત્રિપલ અકસ્માત:બેટી રામપર ગામે ટેન્કરની ટક્કરે ઈકો કારનો કૂરચો, ટ્રકે પલટી મારી; ત્રણના મોત; ચાર ઈજાગ્રસ્ત
    Next Article
    વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન મુલાકાતીઓ માટે વર્ષાઋતુ દરમ્યાન 4મહિના બંધ:ચોમાસામાં વન્યજીવોના સંવનનકાળને લીધે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન આગામી 15 ઓક્ટોબર સુધી બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment