Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાંગ્લાદેશે પહેલીવાર ઓસ્ટ્રેલિયાને વન-ડે સિરીઝમાં હરાવ્યું:કેપ્ટન મેહદી હોસ્પિટલ પહોંચ્યો: માથા પર બોલ વાગ્યા પછી પણ મેદાન પર ટકી રહ્યો

    8 hours ago

    બાંગ્લાદેશે ગુરુવારે ઢાકા સ્ટેડિયમમાં રમાયેલી બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું. આ સાથે જ બાંગ્લાદેશે 3 મેચની સિરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી. ક્રિકેટ ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે, જ્યારે બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને વન-ડે સિરીઝમાં હરાવ્યું હોય. જીત બાદ બાંગ્લાદેશ ટીમના કેપ્ટન અને ઓલરાઉન્ડર મેહદી હસન મિરાજને મેચના તરત જ બાદ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. બેટિંગ દરમિયાન તેના માથા પર ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરનો એક ખતરનાક બાઉન્સર વાગ્યો હતો, જેના કારણે તેને કન્કશનની ફરિયાદ થઈ. તબિયત બગડવાને કારણે તેને ડોકટરોની દેખરેખ હેઠળ ઢાકાની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં તે આગામી 24 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રહેશે. જોકે, હોસ્પિટલ જતા પહેલા મેહદીએ ગંભીર રીતે ઘાયલ હોવા છતાં મેદાન છોડ્યું નહીં અને છગ્ગો ફટકારીને ટીમને ઓસ્ટ્રેલિયા સામે ઇતિહાસની પહેલી વન-ડે સિરીઝ જીતાડી. બાંગ્લાદેશે સિરીઝની પહેલી મેચ ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 86 રનથી જીતી હતી. 34મી ઓવરમાં મેરેડિથનો બાઉન્સર મેહદી હસનના હેલ્મેટ પર વાગ્યો બાંગ્લાદેશની બેટિંગ દરમિયાન 34મી ઓવરમાં ઓસ્ટ્રેલિયન પેસર રિલે મેરેડિથનો ઝડપી બાઉન્સર મેહદી હસનના હેલ્મેટની બાજુમાં વાગ્યો. બોલ વાગતા જ મેહદી દર્દથી ઘૂંટણિયે બેસી ગયો. બાંગ્લાદેશના ફિઝિયો બાયજેદુલ ઇસ્લામ ખાન તરત જ મેદાન પર પહોંચ્યા અને તેની તપાસ કરી. સ્થિતિને જોતા ઓસ્ટ્રેલિયન ટીમના ડોક્ટર પણ તેની પાસે આવ્યા. સાવચેતીના ભાગરૂપે સ્ટ્રેચર પણ મંગાવવામાં આવ્યું હતું. મેડિકલ ટ્રીટમેન્ટ દરમિયાન મેહદી પરેશાન દેખાયા અને તેને મેદાન પર જ ઉલટી થઈ, જે કન્કશનનું મોટું લક્ષણ છે. ઉલટી થવા અને ગંભીર દર્દ હોવા છતાં, કેપ્ટન મેહદી હસન મિરાજે મેદાન છોડવાનો (રિટાયર્ડ હર્ટ) ઇનકાર કર્યો. તેણે ટીમને ઐતિહાસિક જીત અપાવવા માટે રમવાનું ચાલુ રાખ્યું. મેહદી 22 રન બનાવીને અણનમ રહ્યો અને ફાઇન લેગ ઉપરથી છગ્ગો ફટકારીને બાંગ્લાદેશને ઓસ્ટ્રેલિયા સામે ક્રિકેટ ઇતિહાસની પ્રથમ વન-ડે સિરીઝ જીત અપાવી. ઓસ્ટ્રેલિયાની 3 વિકેટ ઝીરો પર પડી ટૉસ જીતીને પહેલી બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત કોઈ ખરાબ સપના જેવી રહી. ટીમે ખાતું ખોલ્યા વિના 3 વિકેટ ગુમાવી દીધી. પહેલી ઓવરમાં તસ્કીન અહેમદે મેથ્યુ શોર્ટને ઝીરો પર આઉટ કર્યો. પછીની ઓવરમાં મુસ્તફિઝુર રહેમાને કૂપર કોનોલી અને મેટ રેનશોને ખાતું ખોલ્યા વિના પેવેલિયન મોકલ્યા. ટીમે 22મી ઓવરમાં 81 રન સુધીમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ માર્નસ લાબુશેન અને ઝેવિયર બાર્ટલેટ વચ્ચે સાતમી વિકેટ માટે 103 રનની ભાગીદારી થઈ. જોકે, 184 રન પર જ ઓસ્ટ્રેલિયાની સાતમી અને પછી આઠમી વિકેટ પડી. ડકવર્થ લુઈસથી બાંગ્લાદેશને ટાર્ગેટ મળ્યો 42 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 187/8 હતો, ત્યારે વરસાદ આવ્યો. આ પછી ડકવર્થ લુઈસ નિયમ હેઠળ બાંગ્લાદેશને 41 ઓવરમાં 192 રનનો ટાર્ગેટ આપ્યો. ઓસ્ટ્રેલિયા માટે લાબુશેને સૌથી વધુ અણનમ 55 રન બનાવ્યા. બાર્ટલેટ 52 રન બનાવીને આઉટ થયો. શ્રીલંકા માટે મુસ્તફિઝુર અને તસ્કીને 3-3 વિકેટ લીધી. તનવીર ઇસ્લામે 2 વિકેટ લીધી. બાંગ્લાદેશે પણ ઝીરો પર પહેલી વિકેટ ગુમાવી રનચેઝમાં બાંગ્લાદેશે બીજી જ બોલ પર તન્ઝીદ હસન તમીમની વિકેટ ગુમાવી દીધી. જોકે, આ પછી નઝમુલ હુસૈન શાંતો (41) અને સૌમ્ય સરકાર (42) વચ્ચે બીજી વિકેટ માટે 86 રનની ભાગીદારી થઈ. જોકે, આ પછી ટીમે 144 રન સુધીમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી તૌહીદ હૃદોય અને મેહદી હસન મિરાજે 51 રનની અણનમ ભાગીદારી કરીને ટીમને જીત અપાવી. હૃદોયે 40* અને મેહદીએ 22 રન બનાવ્યા.
    Click here to Read More
    Previous Article
    Rajya Sabha Election 2026: Meenakshi Natarajan केस में Congress नेताओं की क्या गलती है? | R. K Dogne
    Next Article
    કેન વિલિયમસને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી:ન્યૂઝીલેન્ડને WTC ટાઇટલ જીતાડ્યું, દેશ માટે સૌથી વધુ 48 સદી ફટકારી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment