Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ જિલ્લામાં જનકલ્યાણ શિબિરો શરૂ:નાગરિકોને એક જ સ્થળે અનેક સરકારી યોજનાઓના લાભ મળ્યા

    2 days ago

    કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે હેતુથી રાજ્યભરમાં 20 જૂન, ૨૦૨૬ દરમિયાન '૧૨ વર્ષ: વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના' થીમ અંતર્ગત જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે પાટણ જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં જનકલ્યાણ શિબિરો યોજાઈ હતી, જેમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વડાપ્રધાનના વિકસિત ભારત@2047ના રાષ્ટ્રીય સંકલ્પ અને રાજ્ય સરકારના વિકસિત ગુજરાત@2047ના ધ્યેયને જનભાગીદારી દ્વારા ગતિ આપવા આ અભિયાન હાથ ધરાયું છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર (સાતુન પ્રાથમિક શાળા), સાંતલપુર તાલુકાના વારાહી પ્રાથમિક શાળા, શંખેશ્વર તાલુકાના કુંવારદ પ્રાથમિક શાળા, સિદ્ધપુર તાલુકાના બિલિયા પ્રાથમિક શાળા, સમી તાલુકાના સોનાર પ્રાથમિક શાળા, સરસ્વતી તાલુકાના મેસર પ્રાથમિક શાળા, ચાણસ્મા તાલુકાના સુણસર પ્રાથમિક શાળા, પાટણ તાલુકાના કુણઘેર પ્રાથમિક શાળા તેમજ સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારના રાજપુર કુમાર પ્રાથમિક શાળા ખાતે આ શિબિરોનું સફળ આયોજન થયું હતું. આ શિબિરોમાં આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વય વંદના યોજના, પીએમ સૂર્યઘર યોજના, લખપતિ દીદી યોજના, પી.એમ. સ્વનિધિ યોજના, ફ્રીશિપ કાર્ડ યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી લક્ષી સહાય યોજના, સરસ્વતી યોજના સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આધાર કાર્ડ, રેશન કાર્ડ અને અન્ય આવશ્યક સેવાઓને લગતી કામગીરી પણ સ્થળ પર જ કરવામાં આવી હતી. જનકલ્યાણ શિબિરો દ્વારા નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા વગર એક જ સ્થળે વિવિધ યોજનાઓની માહિતી, માર્ગદર્શન અને લાભ ઉપલબ્ધ થયા હતા. આ લોકકલ્યાણકારી પહેલને લોકોએ આવકારી હતી. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાયેલી શિબિરોમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ઉપસ્થિત રહી યોજનાઓનો લાભ મેળવ્યો હતો અને સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ જનકલ્યાણ શિબિરો રાજ્ય સરકારના “સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ”ના અભિગમને વધુ મજબૂત બનાવવાની સાથે નાગરિકો સુધી સરકારની યોજનાઓને અસરકારક રીતે પહોંચાડવાનું મહત્વપૂર્ણ માધ્યમ સાબિત થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    ચાંદી આજે ₹9,704 વધીને ₹2.42 લાખ પર પહોંચી:આ વર્ષે કિંમત ₹14 હજાર વધી, સોનું ₹2,827 મોંઘું થઈને ₹1.48 લાખ/10gm થયું
    Next Article
    દીપડો રીવર રાફ્ટિંગ વિસ્તારમાં દેખાયો:પ્રવાસીઓમાં ભય, વન વિભાગે પાંજરા ગોઠવી પકડવાની કવાયત શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment