Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના વિઠ્ઠલનાથજી મંદિરે અધિક માસમાં મનોરથ:હરિહરના સમન્વય સાથે અમાસે અન્નકૂટ અને મહાદેવ દર્શન

    1 week ago

    પાટણ શહેરના ગિરધારીપાડામાં આવેલા શ્રી વિઠ્ઠલનાથજી મંદિરે પવિત્ર અધિક માસ નિમિત્તે વિવિધ મનોરથોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભક્તો આ મનોરથોના દર્શનનો લાભ લઈ રહ્યા છે. અધિક માસની અમાસે અહીં અન્નકૂટનું પણ આયોજન કરાયું છે. આ શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનું મંદિર અત્યંત પ્રાચીન છે. આ જ મંદિર પરિસરમાં સ્વયંભૂ આંબેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે, જે વિઠ્ઠલનાથજી મંદિર કરતાં પણ જૂનું હોવાનું મનાય છે. 'હરિ અને હર' એટલે કે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવજીનો આવો સમન્વય ભાગ્યે જ જોવા મળે છે, જેના કારણે આ મંદિર ભક્તો માટે શ્રદ્ધાનું વિશેષ કેન્દ્ર બન્યું છે. વર્ષો પૂર્વે પરમ પૂજ્ય સંત શ્રી ડોંગરેજી મહારાજ પાટણમાં શ્રીમદ ભાગવત કથા કરવા પધાર્યા હતા, ત્યારે તેમણે સમય કાઢીને આ મંદિરે ભગવાનના દર્શન કર્યા હતા. પૂજારી અશેષભાઈ વ્યાસ પરિવાર દ્વારા 'હરિ અને હર'ની સુંદર સેવા-પૂજા કરવામાં આવે છે, અને રોજ વિવિધ મનમોહક મનોરથોનું આયોજન થાય છે. મંદિર સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિક જેઠ વદ સોમવતી અમાસના રોજ અન્નકૂટ ધરાવવામાં આવશે. આ પ્રસંગે અન્નકૂટ અને મહાદેવજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું લખનઉમાં ઇમરજન્સી લેન્ડિંગ:બોમ્બથી ઉડાવી દેવાની ધમકી લખેલું ટિશ્યુ પેપર મળ્યું, જવાનોએ વિમાનની તપાસ કરી
    Next Article
    ‘Line of decency crossed’: CM Fadnavis reacts to viral videos linked to comedian Pranit More

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment