Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાડીમાં નાહવા રોકતા ખેડૂત પર હુમલો:અમરેલીના ધારીમાં ત્રણથી વધુ ઈસમોએ માર માર્યો, હોસ્પિટલમાં દાખલ; ફરિયાદ નોંધાઈ

    12 hours ago

    અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વેકરીયાપરામાં એક ખેડૂત પર હુમલો થયો છે. 60 વર્ષીય અરવિંદભાઈ સમજુભાઈ ભુવા પર તેમની વાડીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ઢોરના અવેડામાં નાહવા આવેલા ત્રણથી વધુ ઈસમોએ હુમલો કર્યો હતો. અરવિંદભાઈએ તેમને નાહવાની ના પાડતા આરોપીઓએ ગાળો આપી અને બાદમાં લોખંડના પાઇપ તથા ઢીકા-પાટુ વડે માર માર્યો હતો. આ હુમલામાં અરવિંદભાઈ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ધારી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સાગરભાઈ બટુકભાઈ સરવૈયા અને વિશાલભાઈ હરેશભાઇ ડાભી સહિત અન્ય સામે ફરિયાદ નોંધાઈ છે. ઘટના સમયે વચ્ચે પડેલા ઇજાગ્રસ્ત ગોવિંદભાઈ ભુવાએ જણાવ્યું કે, આરોપીઓ તેમની વાડીમાં ઢોર માટે બનાવેલા અવેડામાં નાહી રહ્યા હતા. તેમના માણસોએ ના પાડવા છતાં તેઓ માન્યા નહોતા. ગોવિંદભાઈ અને અરવિંદભાઈએ તેમને સમજાવવાનો પ્રયાસ કરતા આરોપીઓએ તેમના પર પાઇપ વડે હુમલો કર્યો હતો. ગોવિંદભાઈને હાથમાં ઇજા થઈ હતી, જ્યારે અરવિંદભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાના પગલે ધારીના પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. અરવિંદભાઈ ભુવા ભાજપના પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાના કુટુંબીક ભાઈ છે. હુમલાની જાણ થતા જ મોડી રાત્રે પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા, નગરપાલિકા પ્રમુખ જયદીપ બસિયા સહિત ભાજપના હોદ્દેદારો અને પાટીદાર સમાજના આગેવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાએ એક વીડિયો જાહેર કરીને તોફાની તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. હુમલાની ઘટના બાદ આજે ધારી પ્રાંત કચેરીમાં મોટી સંખ્યામાં લોકોએ આવેદનપત્ર સુપરત કર્યું હતું. જેમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ આવેદનપત્ર આપતી વખતે ધારી-બગસરા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય જે.વી. કાકડીયા, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા અને પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા સહિત વેકરીયાપરાના સ્થાનિકો હાજર રહ્યા હતા. આ ઉપરાંત, ધારાસભ્ય જે.વી. કાકડીયાએ પ્રાંત અધિકારી સમક્ષ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ બંધ કરાવવા માટે પણ માંગણી કરી હતી. ધારી ધારાસભ્ય જે.વી.કાકડીયાએ જણાવ્યું કે, ‘’કાલે નનુભાઈ અને અરવિંદ ભાઈ સાંજે ખેતી કામ કરતા કરતા હતા ત્યારે અસામાજિક તત્વ દારૂ પી 2 ખેડૂતોને ખુબજ માર્યા છે.આ ગુંડાતત્વોને તાત્કાલિક જેલહવાલે કરી કાયદેસરના પગલા ભરવા માટે મામલતદારને આવેદનપત્ર આપી વેકરીયા પરાના આગેવાન જોડાયા હતા, ધારીમાં દેશીદારૂના અડા છે ખોટી રીતે માર મારનારા અસામાજિક તત્વો સામે પગલા ભરવા માટે ડીએસપીને રજૂઆતો કરી છે.'' મહિલા અગ્રણી કમળાબેન ભુવાએ જણાવ્યું કે, ‘ધારાસભ્ય પૂરતો રસ લે તો દારૂ બંધ થઈ જાય, આરોપીઓને પાસાની સજા થવી જોઈએ. જો સજા નહિ થાય તો આવા બુટલેગરો બહાર નીકળશે અને વેકરીયાપરાના લોકોને વધું હેરાન કરશે આથી જો ધારાસભ્ય અને તંત્ર બધા હિંમત કરી મહેનત કરે તો બધું બંધ થય જાય, છેલ્લા 4 વર્ષથી બધુ વધી ગયુ છે આનું નરાકરણ આવવું જોઈએ.’'
    Click here to Read More
    Previous Article
    'તમે 538 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફસાયા છો':ડિજિટલ અરેસ્ટ કરીને 1.47 કરોડ ખંખેર્યા, CBI, IPS અને જજના નામે ગઠિયાઓએ વડોદરાના વૃદ્ધને ફસાવ્યા
    Next Article
    "Sudden Cardiac Rupture": Jaspal Rana's Doctor On What Led To Shooting Icon's Death

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment