Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યસભા નામાંકન રદ કરવા સામે મીનાક્ષીની અરજી ફગાવી:સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી મીનાક્ષીએ કહ્યું- પહેલા વોટ ચોરી થતી હતી; હવે સીટ ચોરી

    8 hours ago

    સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજનની અરજી ફગાવી દીધી છે. તેમણે રાજ્યસભા ચૂંટણી માટે તેમનું નામાંકન રદ કરવાના નિર્ણયને પડકાર્યો હતો. કોર્ટે કહ્યું કે આ મામલે સીધી રિટ અરજી સાંભળી શકાય નહીં. જો તેમને નિર્ણય સામે વાંધો હોય તો તેઓ ચૂંટણી અરજી દાખલ કરે. જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ એએસ ચંદુરકરની બેન્ચે કહ્યું કે બંધારણનો અનુચ્છેદ 329 ચૂંટણી પ્રક્રિયામાં કોર્ટના હસ્તક્ષેપને મર્યાદિત કરે છે. તેથી સુપ્રીમ કોર્ટ આ મામલે રિટ પિટિશન પર સુનાવણી કરી શકે નહીં. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે નામાંકન રદ કરવાનો નિર્ણય સાચો હતો કે ખોટો, તેના પર કોઈ ટિપ્પણી કરી નથી. કોર્ટે કહ્યું- ચૂંટણી સંબંધિત આવા વિવાદોનું નિરાકરણ ચૂંટણી અરજી દ્વારા થવું જોઈએ. મીનાક્ષી નટરાજન ઈચ્છે તો ચૂંટણી અરજી દાખલ કરીને આ નિર્ણયને પડકારી શકે છે. ખરેખર, MPની ત્રીજી બેઠક માટે કોંગ્રેસે મીનાક્ષી નટરાજનને ઉમેદવાર બનાવ્યા હતા. કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ પણ હતું, પરંતુ 9 જૂને તેમનું નામાંકન ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. આ સામે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. અરજી રદ થતાં મીનાક્ષીએ કહ્યું કે પહેલા વોટ ચોરી થતી હતી, આ વખતે સીટ ચોરી થઈ. મીનાક્ષીએ કહ્યું હતું- ચૂંટણી લડવા દેવામાં આવે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મીનાક્ષીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, 'રિટર્નિંગ ઓફિસરે તેમને શરૂઆતના તબક્કામાં જ બહાર કરી દીધા. તેમને ચૂંટણી લડવા દેવામાં આવે, જો તેમને મત નહીં મળે તો તેઓ હારી જશે, આ જ લોકશાહીની પ્રક્રિયા છે.' મધ્ય પ્રદેશની ત્રીજી રાજ્યસભા બેઠક માટે કોંગ્રેસે મીનાક્ષી નટરાજનને ઉમેદવાર બનાવ્યા હતા. કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ પણ હતું, પરંતુ 9 જૂને ભાજપે વાંધો ઉઠાવ્યો કે મીનાક્ષીએ પોતાની વિરુદ્ધ નોંધાયેલા એક કેસની જાણકારી ઉમેદવારી ફોર્મમાં જણાવી ન હતી. આનો સ્વીકાર કરતા રિટર્નિંગ અધિકારી અરવિંદ શર્માએ મીનાક્ષીનું ઉમેદવારી ફોર્મ રદ કરી દીધું હતું. આ પહેલા ગુરુવારે મધ્ય પ્રદેશની ત્રણેય બેઠકો પર ભાજપના રાજ્યસભા ઉમેદવારો રજનીશ અગ્રવાલ, તરુણ ચુગ અને મહેશ કેવટને બિનહરીફ ચૂંટાયા હોવાના સર્ટીફિકેટ આપી દેવામાં આવ્યા. મીનાક્ષી બોલ્યા- ફોર્મ 26માં આવી કોઈ કૉલમ જ નથી આ પહેલા કોંગ્રેસે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી. તેમાં મીનાક્ષી નટરાજનએ કહ્યું- જેનાથી આ બધી વાત શરૂ થઈ, તે એ છે કે જો ઉમેદવાર પર કોઈ પેન્ડિંગ ફોજદારી કેસ હોય તો તેની જાણકારી આપવી પડશે. જો દંડનીય અપરાધમાં દોષિત ઠેરવવામાં આવ્યા હોય તો જણાવવું પડશે. દેખીતી રીતે, આ મારા પર લાગુ પડતું નથી તેથી ઉમેદવારી રદ કરવી ખોટી છે. મારી વિરુદ્ધ માત્ર એક લીગલ નોટિસ છે. તેની સંપૂર્ણ જાણકારી મેં મારા ECI મેમોરેન્ડમમાં આપી છે. જેના પર આજ સુધી કોર્ટે સંજ્ઞાન લીધું નથી. ફોર્મ 26માં એવી કોઈ કોલમ નથી, જેમાં લખવામાં આવે કે ખાનગી ફરિયાદ વિશે માહિતી આપો. જો કોઈ એવી કોલમ હોત તો અમે આ માહિતી ચોક્કસ આપત. સિંઘારે કહ્યું- ચૂંટણી પંચે લોકશાહીનું ગળું દબાવ્યું વિરોધ પક્ષના નેતા ઉમંગ સિંઘારે કહ્યું- જ્યારે કોઈએ રિટર્નિંગ ઓફિસરને પૂછ્યું કે તમે આવું શા માટે કર્યું તો તેમણે કહ્યું કે મારે નોકરી કરવી છે. મને ખબર છે કે મેં ભૂલ કરી છે પરંતુ મારે નોકરી કરવી છે અને તેમની સાથે જ રહેવું છે. તે રિટર્નિંગ ઓફિસર પણ માને છે કે તેણે દબાણમાં ભૂલ કરી છે. ચૂંટણી પંચ, જેને સત્તાઓ મળેલી છે, તેણે ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું - અમને અરજી મળી નથી. અમારી પાસે માહિતી નથી. ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યું છે. બે દિવસ પહેલા જ અમારું પ્રતિનિધિમંડળ તેમને મળ્યું હતું. આના પરથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણી પંચ લોકશાહીનું ગળું દબાવવાનું કામ કરી રહ્યું છે. કેસના અપડેટ્સ માટે નીચે આપેલા બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    The World Cup usually cleans up a country’s image. Not this time
    Next Article
    સુરતમાં કારમાંથી યુવકની લાશ મળી:લકી કારમાં જિંદગી પૂરી થઈ, ભાઈએ કહ્યું-જબરદસ્તી કોઇએ ગાડીમાં પૂર્યો હોય તો તેને સજા થાય, માનસિક અસ્થિર હતો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment