Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાળંગપુર ધામની આગવી ઓળખ હવે કાયદાકીય રીતે સુરક્ષિત:"કિંગ ઓફ સાળંગપુર" સહિતના દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો; કરોડો ભક્તોમાં આનંદની લાગણી

    1 week ago

    વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સાળંગપુર ધામની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહરને સુરક્ષિત કરવાના ભાગરૂપે દાદાના વિવિધ દિવ્ય સ્વરૂપો અને લોકપ્રિય ઓળખ "કિંગ ઓફ સાળંગપુર" સહિતના વિવિધ કૉપીરાઇટ, ટ્રેડમાર્ક અને બૌદ્ધિક સંપત્તિ હકોના પ્રમાણપત્રો મેળવવામાં આવ્યા છે. આજે આ તમામ કાયદાકીય પ્રમાણપત્રો ભાવપૂર્વક કષ્ટભંજન દેવના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યા હતા. દાદાના દિવ્ય સ્વરૂપો અને ઓળખનું થશે સંરક્ષણ આ કાયદાકીય નોંધણીઓનો મુખ્ય હેતુ સાળંગપુર ધામની આગવી ઓળખ, ભવ્ય ગૌરવ અને પેઢીઓ જૂના આધ્યાત્મિક વારસાનું સંરક્ષણ કરવાનો છે. આ પ્રમાણપત્રો મળ્યા બાદ હવે દાદાના ચિત્રાત્મક સ્વરૂપો અને વિશિષ્ટ નામોનો દુરુપયોગ અટકાવી શકાશે. સમગ્ર કાયદાકીય પ્રક્રિયા જાણીતી ફર્મ D N AHYA CO. દ્વારા IP નિષ્ણાત દર્શિત આહ્યાના કુશળ માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક નોંધણીની મુખ્ય વિગતો ‘દિવ્ય વારસાના સંરક્ષણ-સંવર્ધનનું કાર્ય સતત ચાલુ રહેશે’ : કોઠારી વિવેકસાગર સ્વામી આ પ્રસંગે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે, આપણી સનાતન આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહરને આધુનિક બૌદ્ધિક સંપત્તિ કાયદાઓ દ્વારા સુરક્ષિત કરવી એ વર્તમાન સમયની મોટી જરૂરિયાત છે. દાદાના આશીર્વાદથી આ દિવ્ય વારસાના સંરક્ષણ અને સંવર્ધનનું કાર્ય સતત ચાલુ રહેશે, જેથી ભવિષ્યમાં પણ મંદિરની ગરિમા અકબંધ રહે. આ ઐતિહાસિક નિર્ણયથી સાળંગપુર ધામના કરોડો ભક્તોમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઈ છે, કારણ કે આ પગલાથી મંદિરની સ્થાપત્ય અને ધાર્મિક ઓળખ સત્તાવાર રીતે કાયદાના દાયરામાં સુરક્ષિત થઈ ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં કારમાંથી યુવકની લાશ મળી:લકી કારમાં જ જિંદગી પૂરી થઈ, ભાઈએ કહ્યું-જબરદસ્તી કોઇએ ગાડીમાં પૂર્યો હોય તો તેને સજા થાય, માનસિક અસ્થિર હતો
    Next Article
    આશારામે હંગામી જામીન લંબાવવાની અરજી હાઇકોર્ટમાંથી પરત ખેંચી:દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે આશારામની સજા યોગ્ય ઠેરવી, જોધપુર જેલમાં બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment