Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં સતત બીજા દિવસે ગટર ઉભરાઈ:રોડ પર દુર્ગંધ મારતું પાણી વહેતાં વાહનચાલકો પરેશાન, પાલિકાએ રિપેરિંગ શરૂ કર્યું

    14 hours ago

    હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં હાથમતી નદીના ઢાળ પાસે સતત બીજા દિવસે ગટર ઉભરાઈ હતી. જેના કારણે દુર્ગંધ મારતું ગટરનું પાણી રોડ પર ફરી વળ્યું હતું અને નદીમાં ભળી રહ્યું હતું. આ સમસ્યાથી સ્થાનિકો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. બે દિવસ પહેલા ન્યાય મંદિર તરફથી મહેતાપુરા જતા હાથમતી બેઠા પુલ પર ગટરની પાઈપલાઈન તૂટી ગઈ હતી. જેના કારણે ગટરનું પાણી રોડ પર વહેતું થયું હતું. નગરપાલિકા દ્વારા આજે આ જગ્યાએ રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, મહેતાપુરાથી હાથમતી બેઠા પુલ પર થઈને ન્યાય મંદિર તરફ જતા રોડ પર પણ ગટર ઉભરાઈ રહી હતી. ખાડા વિસ્તારની ગટર લાઈનનું પાણી પણ આ ઢાળ પર આવી રહ્યું હતું, જેનાથી આખો રોડ ગટરના દુર્ગંધ મારતા પાણીથી ભરાઈ ગયો હતો. વાહનોને આ ગંદા પાણીમાંથી પસાર થવું પડતું હતું. નગરપાલિકાની નવી બોડી આવ્યા છતાં વિસ્તારમાં ગટરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગટરની પાઈપલાઈન તૂટવી અને ગટરો ઉભરાવાના બનાવો બની રહ્યા છે. આ અંગે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં કારમાંથી યુવકની લાશ મળી:ભાઈએ કહ્યું- જબરદસ્તી કોઇએ ગાડીમાં પૂર્યો હોય તો તેને સજા થાય, માનસિક અસ્થિર હતો અગાઉ પણ ઘરેથી નીકળી ગયો હતો
    Next Article
    ભાવનગરમાં ખ્યાનામ તબીબના હત્યારાઓનો આતંક:જેલમાંથી છૂટીને મદદ કરનાર પરિવાર પાસે જામીન ખર્ચના 5 લાખ માંગ્યા; ઘરમાં ઘૂસી મહિલા પર હથિયારથી હુમલો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment