Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હથિયારો સાથે ચોરી કરતી ગેંગના બે સભ્યો ઝડપાયા:હિંમતનગરની ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો; સુરત-ઉત્તરાખંડમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત

    3 days ago

    સાબરકાંઠા LCB એ હિંમતનગરના કાંકણોલ રોડ પરથી હથિયારો સાથે ચોરી કરતી ગેંગના બે સભ્યોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી હિંમતનગર વિસ્તારમાં થયેલી ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓએ સુરત અને ઉત્તરાખંડમાં પણ ચોરીઓ કર્યાની કબૂલાત કરી છે. LCB ટીમને બાતમી મળી હતી કે, 15 દિવસ પહેલા રાત્રિ દરમિયાન થયેલી ચોરીના CCTV ફૂટેજમાં દેખાતા બે ઈસમો મહાવીરનગરથી કાંકણોલ રોડ પરથી બાઈક પર પસાર થઈ રહ્યા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બાઈક પર આવતા શહઝાદ ઉર્ફે હખલા ઈકલાખ અબ્દુલ રહેમાન જોર્જા અને દાનીશ સલીમ યામીન ફકીર (બંને રહે. રૂરકી, હરિદ્વાર, ઉત્તરાખંડ) ને અટકાવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓએ છેલ્લા સાત વર્ષથી વિવિધ સ્થળોએ મકાનોમાં ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી. વધુ પૂછપરછમાં, તેમણે હિંમતનગર એ-ડિવિઝનની હદમાં ત્રણ ઘરફોડ ચોરીઓ કર્યાનું સ્વીકાર્યું. તેમણે જણાવ્યું કે 15 દિવસ પહેલા સુરતના આમરોલી વિસ્તારમાંથી બાઈકની ચોરી કરી હતી. આ બાઈકનો ઉપયોગ હિંમતનગરમાં સોસાયટીઓની રેકી કરવા અને બંધ મકાનોના તાળા તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરવા માટે કરતા હતા. LCB ના PI ડી.સી.સાકરીયાએ જણાવ્યું કે, પકડાયેલા આરોપીઓએ સુરતના આમરોલી ઉપરાંત ઉત્તરાખંડમાં પણ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. તેમની ધરપકડ બાદ તેમને હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ કરી છે અને આ ચોરીમાં સંડોવાયેલા ત્રીજા આરોપી કલ્લુ ઉર્ફે મુકરમ હાસીમ ફકીર (રહે. રામપુર, હરિદ્વાર) ને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ રૂરકી પોલીસ સ્ટેશન અને અજમેરના કિશનગંજ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદો નોંધાઈ છે. આ ત્રણેય આરોપીઓએ કેરળ અને છત્તીસગઢ રાજ્યોમાં પણ ઘરફોડ અને વાહન ચોરીને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે કહ્યું- ઈરાન સાથે આજે યુદ્ધ સમાપ્ત થયું:તેઓ ક્યારેય પરમાણુ હથિયાર નહીં બનાવે; ઈરાને વાતને ફગાવી, કહ્યું- અમે હજી કોઈ નિર્ણય લીધો નથી
    Next Article
    અમદાવાદ પ્લેન ક્રેશ: ન્યાય ઝંખતો પરિવાર:ભરુચના સાહિલના માતા-પિતા ડિપ્રેશનની દવાઓ ગળવા મજબૂર; ટાટા ગ્રુપ અને એર ઇન્ડિયાના વાયદાઓ માત્ર કાગળ પર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment