Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બગસરામાં સિંહણે બાળકને મોઢામાં દબોચી એક કિમી સુધી ઢસડી ગઈ:ગંભીરઈજા પહોંચતા માસૂમનું ઘટનાસ્થળે જ મોત, ગ્રામજનોમાં ભારે રોષ

    1 day ago

    અમરેલી જિલ્લાના બગસરાના ઘંટીયાણ ગામની સીમમાં એક અત્યંત કરુણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના એક પરપ્રાંતીય પરિવારના 7 વર્ષના માસૂમ બાળક દિનેશ પર એક સિંહણે અચાનક જીવલેણ હુમલો કર્યો હતો. સિંહણ આ માસૂમ બાળકને મોઢામાં દબાવીને અંદાજે 1 કિલોમીટર દૂર સુધી ઢસડી ગઈ હતી. આ ભયાનક હુમલા અને ઈજાઓના કારણે માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પરિવાર પર આભ તૂટી પડ્યું આ સમગ્ર ઘટના પારસ સોજીત્રાની વાડી વિસ્તારમાં બની હતી, જ્યાં આ શ્રમિક પરિવાર રહેતો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સ્થાનિક ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. વારંવાર થતા હુમલાઓ સામે ગ્રામજનોમાં નારાજગી ગ્રામજનોએ જણાવ્યું કે, આ વિસ્તારમાં લાંબા સમયથી સિંહ અને દીપડાની અવરજવર છે અને અગાઉ પણ આવા હુમલાની ઘટનાઓ બની ચૂકી છે. આ ઘટનાને પગલે વન વિભાગ સામે ગ્રામજનોએ મોરચો માંડ્યો હતો અને વારંવાર થતા હુમલાઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી. સિંહણને પકડવા માટે સર્ચ ઓપરેશન ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો, ખેડૂતો અને આગેવાનો મોટી સંખ્યામાં વાડીમાં પહોંચી ગયા હતા. અમરેલી સામાજિક વનીકરણ વન વિભાગના ACF રાજન જાદવ સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. હુમલો કરનાર સિંહણને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વન વિભાગને માહિતી મળી હતી કે, હુમલો કરનાર સિંહણ તેની સાથે સિંહબાળ પણ ધરાવે છે, જેના કારણે ચિંતા વધી હતી. બગસરા આમ આદમી પાર્ટીના અગ્રણી કાંતિ સતાસીયાએ જણાવ્યું કે, "અમારા પારસભાઈની વાડીએ મધ્યપ્રદેશના મજૂરના 7 વર્ષના બાળકને સિંહણે ઉઠાવીને 1 કિલોમીટર દૂર ઢસડી જઈ મૃત્યુ નિપજાવ્યું છે. ખાસ કરીને બગસરામાં આવા બનાવો ખૂબ બને છે. આ ક્યાં સુધી ચાલશે? આ વન્યપ્રાણીઓના ડરના કારણે મજૂરો અહીંથી જતા રહેશે. વાડી માલિક પારસ સોજીત્રાએ જણાવ્યું કે, "મારી વાડીમાં મજૂરના બાળકને સિંહણ ઉપાડી જતા તેનું મોત થયું છે. આજ સુધી વન વિભાગ અને સરકાર દ્વારા અમારી માંગ સ્વીકારવામાં આવી નથી. અમારી એક જ માંગ છે કે, વન્ય વિસ્તારના પ્રાણીઓને કાબુમાં અને તેમના વિસ્તારમાં રાખવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    Jim Sarbh on A Titan Story, Rocket Boys: ‘I’ll be typecast as a Parsi historical figure’
    Next Article
    બોલિવૂડ એક્ટ્રેસના નાના હતા મહારાષ્ટ્રના CM, એક કૌભાંડે ખુરશી છીનવી:શરવરીનું કેટરીનાના દિયર સાથે અફેર હતું, હવે ખુશી કપૂરના એક્સ BF સાથેના સંબંધોએ ચર્ચા જગાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment