Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ગુરુવારે ભારતીય શેરબજારમાં મંદી તરફી વલણ રહ્યું:વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બજારમાં ભારે વધઘટ

    11 hours ago

    ગુરુવારના ટ્રેડિંગ સેશન દરમિયાન ભારતીય શેરબજારમાં મંદી તરફી વલણ જોવા મળ્યું. શરૂઆતથી જ વૈશ્વિક નબળા સંકેતો અને વિદેશી રોકાણકારોની વેચવાલીના કારણે બજાર દબાણ હેઠળ રહ્યું. દિવસ દરમિયાન મર્યાદિત ખરીદી જોવા મળી હોવા છતાં ઉપરના સ્તરે સતત નફાવસૂલી અને વેચવાલીના કારણે મુખ્ય સૂચકાંકો નીચલા સ્તરે બંધ રહ્યા. સમગ્ર બજારનું માળખું હાલ સાવચેત અને મંદી તરફી સંકેતો દર્શાવી રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર સામ-સામે હુમલા શરૂ થતાં વિશ્વભરના બજારોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ભલે પછી તે શેરબજાર હોય કે કોમોડિટી માર્કેટ કે પછી ઓઈલ માર્કેટ દરેક જગ્યાએ અસ્થિરતા જોવા મળી રહી છે. આજે ભારતીય શેરબજારની વાત કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટી, કોમોડિટી માર્કેટમાં સોના-ચાંદીમાં પણ કડાકાની સ્થિતિ જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલમાં ફરી એકવાર અમેરિકા અને ઈરાન યુદ્ધની અસર દેખાઇ છે. ગઈકાલે જે ક્રૂડ ઓઇલ ફરી એકવાર 90 ડૉલરના લેવલ નજીક પહોંચી ગયુ હતું તે આજે ફરી એકવાર 95 ડૉલરની આસપાસ પહોંચી ગયું છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ 94.84 ડૉલરની કિંમતે ટ્રેડ થઈ રહ્યો છે જે મોંઘવારી અને ઈંધણની કિંમત માટે સારા સંકેત નથી. બીજી બાજુ રૂપિયો પણ નબળો પડ્યો છે. આજે રૂપિયો ડૉલરની સામે લગભગ 22 પૈસા સુધી કમજોર થયો છે અને હાલમાં એક ડૉલર સામે રૂપિયાએ 95.48 ની સપાટી જાળવી રાખી છે. જે મોંઘવારી માટે મોટો ખતરો maની શકાય તેમ છે. બીએસઇ સેન્સેક્સ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ 73983 સામે 73615 પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા 73518 પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો... દિવસ દરમ્યાન સરેરાશ 876 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ 150 પોઈન્ટના ઘટાડા સાથે 73832 પોઈન્ટ બંધ થયેલ...!!! સેન્સેક્સમાં દિવસ દરમિયાન સતત અસ્થિરતા જોવા મળી, પરંતુ વેચવાલીનું પ્રભુત્વ વધુ રહ્યું. શરૂઆતમાં થયેલા ઘટાડા બાદ થોડો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ ઉપરના સ્તરે વેચવાલી વધતા સૂચકાંક ફરી દબાણ હેઠળ આવ્યો. બેંકિંગ અને નાણાકીય શેરોમાં મર્યાદિત ખરીદી છતાં માહિતી પ્રૌદ્યોગિકી અને ધાતુ શેરોમાં નબળાઈએ ઇન્ડેક્સ પર દબાણ વધાર્યું. દિવસના અંતે સેન્સેક્સ નકારાત્મક ક્ષેત્રમાં બંધ રહ્યો અને ટેકનિકલ રીતે મહત્વપૂર્ણ અવરોધ વિસ્તાર નીચે જોવા મળ્યો. નિફ્ટી ફ્યુચર ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 23240 સામે 23138 પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી 23105 પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ 258 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 12 પોઈન્ટના ઘટાડા સાથે 23227 પોઈન્ટ બંધ થયેલ...!!! નિફ્ટી વાયદા બજારમાં દિવસ દરમિયાન લાંબા સોદાઓમાં ઘટાડો અને નફાવસૂલી જોવા મળી. નવા ખરીદદારોની ગેરહાજરી અને ઉપરના સ્તરે વેચવાલીના કારણે વાયદા બજારમાં દબાણ રહ્યું. વિકલ્પ આંકડાઓ મુજબ કોલ લખાણમાં વધારો નોંધાયો, જ્યારે પુટ લખાણ મર્યાદિત રહ્યું. આ સ્થિતિ ટૂંકા ગાળામાં વધુ અસ્થિરતા અને દબાણની સંભાવના દર્શાવે છે. ભૂરાજકીય તણાવ અને ક્રૂડ ઓઇલની સ્થિતિ ક્રૂડનો સંભવિત કડાકો: અમેરિકા અને ઈરાન વચ્ચે જો ફરીથી મોટો વિવાદ કે યુદ્ધ જેવી સ્થિતિ શરૂ થશે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ખૂબ જ વધી શકે છે. એનર્જી રિસર્ચ ફર્મ 'રિસ્ટાડ એનર્જી'ના રિપોર્ટ પ્રમાણે, આ ભાવ પ્રતિ બેરલ $150 સુધી પહોંચી જવાની આશંકા છે. સપ્લાય ચેઇનને ફટકો: બંને દેશો વચ્ચે અત્યારે એટલો બધો તણાવ વધી ગયો છે કે એપ્રિલ મહિનામાં થયેલી શાંતિ કે યુદ્ધવિરામની સમજૂતી પણ હવે તૂટવાના આરે છે. આ સંઘર્ષની શરૂઆત થયાના માત્ર ત્રણ મહિનાની અંદર જ વૈશ્વિક બજારમાંથી આશરે 1 અબજ (1 બિલિયન) બેરલ ક્રૂડ ઓઇલનો સપ્લાય ગાયબ થઈ ચૂક્યો છે. વૈશ્વિક અસરો: ઇન્ટરનેશનલ ઓઇલ બેન્ચમાર્ક ગણાતું 'બ્રેન્ટ ક્રૂડ' 2%થી વધુ ઉછાળા સાથે પ્રતિ બેરલ $95ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે બીજી તરફ, અમેરિકાનું 'વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ' (WTI) ક્રૂડ પણ 4%ના તોતિંગ ઉછાળા સાથે પ્રતિ બેરલ $93.64 પર પહોંચી ગયું હતું. કોમોડિટી મૂવમેન્ટ કોમોડિટી બજારમાં આજે નબળુંથી મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસમાં વેચવાલીનું દબાણ વધ્યું હતું, જ્યારે સિલ્વરમાં મર્યાદિત સુધારો જોવા મળ્યો હતો. સોનું અને કોપર પણ નરમ વલણમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા. ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં ગોલ્ડ ફ્યુચર નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે દબાણ સાથે ખુલ્યું હતું. કિંમતી ધાતુમાં મર્યાદિત વેચવાલી જોવા મળતાં ભાવ રૂ. 1,47,635 આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા...!!! સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં સિલ્વર ફ્યુચર સ્થિરથી સકારાત્મક વલણ સાથે ખુલ્યું હતું. મર્યાદિત ખરીદીના ટેકાથી ભાવ રૂ. 2,35,721 આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા...!!! કોપર :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં કોપર ફ્યુચર મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ખુલ્યું હતું. ઔદ્યોગિક ધાતુઓમાં મર્યાદિત નબળાઈ જોવા મળતાં ભાવ રૂ. 1,312.80 આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા...!!! ક્રૂડ ઓઇલ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં ક્રૂડ ઓઇલ ફ્યુચર નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે દબાણ સાથે ખુલ્યું હતું. વેચવાલીના પ્રભુત્વને કારણે ભાવ રૂ. 8,526 આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા...!!! નેચરલ ગેસ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં નેચરલ ગેસ ફ્યુચર નબળા વલણ સાથે khુલ્યું હતું. ઊર્જા ક્ષેત્રમાં વેચવાલી વધતાં ભાવ રૂ. 299.40 આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા...!!! ઇલેક્ટ્રિસિટી :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગ દરમિયાન ઇલેક્ટ્રિસિટી ફ્યુચરમાં નબળાઈ જોવા મળી હતી. સેક્ટરમાં વેચવાલીના દબાણને કારણે ભાવ રૂ. 4,588 આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા...!!! ભાવિ દિશા રોકાણકારોએ આક્રમક ખરીદી ટાળવી, રોકડનું પ્રમાણ જાળવવું અને માત્ર મજબૂત મૂળભૂત પરિબળો ધરાવતા શેરોમાં જ તબક્કાવાર રોકાણ કરવું વધુ યોગ્ય રહેશે. આગામી સત્રોમાં વૈશ્વિક બજારો, વિદેશી નાણાંપ્રવાહ, ડોલર સૂચકાંક અને ક્રૂડ ઓઈલની દિશા ભારતીય શેરબજારની ચાલ નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ટૂંકા ગાળામાં બજાર પર દબાણ યથાવત રહેવાની શક્યતા છે. હાલની સ્થિતિને "મંદી તરફી અને ઊંચી અસ્થિરતા ધરાવતું બજાર" તરીકે જોવી યોગ્ય રહેશે. તા.12.06.2026 ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે... તા.11.06.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 23227 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 23088 પોઈન્ટના પ્રથમ અને 23008 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 23303 પોઈન્ટ થી 23373 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 23404 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ ભારતી એરટેલ ( 1795 ) :- ટેલિકોમ અને ડિજિટલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.1773 નો પ્રથમ તેમજ રૂ.1760 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.1808 થી રૂ.1820 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1830 ઉપર તેજી તરફી ધ્યાન...!! ઓબેરોય રિયલ્ટી ( 1587 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.1564 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1550 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1603 થી રૂ.1616 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! સિપ્લા ( 1391 ) :- રૂ.1373 નો પ્રથમ તેમજ રૂ.1360 ના બીજા સપોર્ટથી ફાર્માસ્યુટિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1404 થી રૂ.1414 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 1267 ) :- ઓઇલ, ગેસ અને પેટ્રોકેમિકલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.1278 થી રૂ.1290 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.1230 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!! ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( 1114 ) :- રૂ.01 ની ફેસવેલ્યુ ધરાવતા એફએમસીજી સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.1088 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.1134 થી રૂ.1140 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!!
    Click here to Read More
    Previous Article
    શકીરા અને બર્નાએ ગાયું ફિફા વર્લ્ડકપનું ઓફિશિયલ સોંગ:એઝટેકા સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની; મેક્સિકો-સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ મેચ શરૂ
    Next Article
    પુણેમાં કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન:સ્થાપક અભિજીતે કહ્યું- NCERTમાં મરાઠા સામ્રાજ્યનો નકશો ફરીથી ઉમેરવામાં આવે, વાંગચુકે શિક્ષણ ઘોષણાપત્ર બહાર પાડ્યું

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment