Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ તાલુકા પંચાયતની પ્રથમ સભામાં સમિતિઓ રચાઈ:પ્રમુખ જીનલ પટેલના અધ્યક્ષ સ્થાને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા

    1 day ago

    પાટણ તાલુકા પંચાયતની પ્રથમ ખાસ સાધારણ સભા પ્રમુખ જીનલબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં કારોબારી અને સામાજિક ન્યાય સમિતિઓની રચના કરવામાં આવી હતી, તેમજ વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરાઈ હતી. તાલુકાના વિકાસ કાર્યોને વેગ આપવા માટે કારોબારી સમિતિમાં કુલ આઠ સભ્યોની વરણી કરવામાં આવી હતી. જેમાં સંગીતાબેન રણજીતજી, ઠાકોર સંગીતાબેન બળદેવસિંહ, પટેલ મનીષકુમાર મોહનલાલ, દેસાઈ બાલુ જીવણભાઈ, દેસાઈ સુનીલકુમાર લાલભાઈ, ઠાકોર માલસંગજી મફાજી, સાજી મસ્તુરાબેન ગુલામરસુલ અને ચૌધરી કીનાબેન પ્રકાશભાઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સામાજિક ન્યાય સમિતિમાં પાંચ સભ્યોનો સમાવેશ કરાયો છે. જેમાં પરમાર નયનાબેન હેમચંદભાઈ, મકવાણા હરગોવન પમાભાઈ અને ભીલ દેવેન્દ્રકુમાર ચમનજીનો સમાવેશ થાય છે. બે કો-ઓપ્ટ સભ્યો તરીકે પરમાર વિશાલકુમાર વિનુભાઈ અને સોલંકી મધુબેનની નિમણૂક કરવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતા તરીકે તૃપ્તિબેન વિરલભાઈ પટેલનું મેન્ડેડ આવ્યું હતું. સભા દરમિયાન, પ્રમુખની મંજૂરીથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2026 વિશે તમામ સભ્યોને માહિતગાર કરાયા હતા. આ સાથે, આગામી 12 થી 20 તારીખ દરમિયાન જિલ્લા પંચાયત સીટ વાઇઝ યોજાનાર જનકલ્યાણ શિબિર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ શિબિરો કુણઘેર, સંખારી, નોરતા અને કણી એમ ચાર સ્થળોએ યોજાશે. સ્વચ્છતા ના શપથ લેવામાં આવ્યા હતા. આ પ્રથમ સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી તાલુકાના દરેક ગામમાં તલાટીઓને સમયસર કામ કરવા, વિકાસના બાકી રહેલા કામો સરપંચને સાથે રાખી તાત્કાલિક પૂરા કરવા અને તાલુકા પંચાયતના દરેક સદસ્યને પોતાના ગ્રામ પંચાયતનો વેરો ઉઘરાવવામાં મદદ કરવા બાબતે ચર્ચા થઈ હતી. વધુમાં, પાટણ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને ન્યાય સમિતિ ચેરમેનની ઓફિસોમાં એસી લગાવવાના કામો પણ રજૂ કરવામાં આવ્યા હતા. સભાના અંતે, અન્ય કોઈ રજૂઆત ન રહેતા સભાની કામગીરી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ચકાચક ગાડી, સાહેબ હવામાં ઉડે:કલેક્ટર મેડમના ખાસમખાસ અધિકારીના જલસા જુઓ, કુલપતીની ઓફિસમાં ડાયરાની જેમ નોટોનો વરસાદ થયો
    Next Article
    TMC MP Resignation LIVE | BJP એ મોટો ખેલ પાડ્યો, મમતાની પાર્ટી સાફ ! | Mamata Banerjee | Suvendu

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment