Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- બુધવારના ટ્રેડિંગ સેશનમાં તેજી જોવાઈ:રૂપિયો પણ ડૉલરની સામે મજબૂત થયો

    1 day ago

    બુધવારના ટ્રેડિંગ સેશન દરમિયાન ભારતીય શેરબજારમાં શરૂઆત તેજી જોવા મળી. ટ્રેડિંગ સેશન દરમિયાન ભારતીય શેરબજારમાં સકારાત્મક શરૂઆત બાદ તેજીનો માહોલ જોવા મળ્યો. વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર પરંતુ સ્થિર સંકેતો, બેંકિંગ અને નાણાકીય શેરોમાં ખરીદી તેમજ સ્થાનિક સંસ્થાગત રોકાણકારોના મજબૂત નાણાપ્રવાહના કારણે બજાર ઊંચા સ્તરે બંધ રહ્યું. જોકે દિવસ દરમિયાન કેટલાક તબક્કે નફાવસૂલી જોવા મળતા વધઘટ પણ નોંધાઈ હતી. એકંદરે બજારનું માળખું હજુ તેજી તરફી રહ્યું, પરંતુ ઉપરના સ્તરે વેચવાલીનું દબાણ યથાવત રહ્યું. મિડલ ઈસ્ટમાં ફરી એકવાર ઈરાન અને ઈઝરાયલ બાદ હવે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે તેની નહીંવત અસર ભારતીય શેરબજારમાં જોવા મળી. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીનો માહોલ દેખાઈ રહ્યો છે. જ્યારે રૂપિયો પણ ડૉલરની સામે મજબૂત થયો છે. બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. એક સમયે 90 ડૉલરની સપાટી ગુમાવીને 89 ડૉલર સુધી પહોંચી ગયેલો ક્રૂડ ઓઈલ આજે ફરી એકવાર 92 ડૉલરની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. જે ઓઈલ માર્કેટ અને પેટ્રોલ-ડીઝલની કિંમતો માટે ખતરો માનવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી બાજુ ડૉલરની સામે રૂપિયો મજબૂત થયો છે. રૂપિયાએ હાલ તો 95 ની સપાટી જાળવી રાખી છે પરંતુ આજે રૂપિયો ડૉલર સામે લગભગ 26 પૈસા જેટલો મજબૂત થયો હતો. બીએસઇ સેન્સેક્સ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ 73918 સામે 73988 પોઈન્ટના મથાળેથી ખુલીને 73897 પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ 716 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ 64 પોઈન્ટના ઉછાળા સાથે 73983 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! સેન્સેક્સે સકારાત્મક શરૂઆત કરી અને દિવસ દરમિયાન બેંકિંગ, પાવર તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરોની આગેવાની હેઠળ મજબૂતી દર્શાવી. શરૂઆતમાં ખરીદીના કારણે સૂચકાંક ઊંચા સ્તરે પહોંચ્યો હતો, પરંતુ બાદમાં ટૂંકા ગાળાના વેપારીઓ દ્વારા નફાવસૂલી જોવા મળી. તેમ છતાં દિવસના અંતે સૂચકાંક સકારાત્મક ક્ષેત્રમાં બંધ રહ્યો. મોટી મૂડીવાળા શેરોમાં થયેલી ખરીદી બજાર માટે મુખ્ય આધાર બની. નિફ્ટી ફ્યુચર ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 23331 સામે 23267 પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી 23221 પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ 235 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 95 પોઈન્ટના ઘટાડા સાથે 23235 પોઈન્ટ બંધ થયેલ...!!! નિફ્ટી બજારમાં શરૂઆતથી જ ખરીદીનું વલણ જોવા મળ્યું. ટૂંકી વેચવાલી આવરણ અને નવી લાંબી સ્થિતિઓ બનવાના કારણે વાયદા બજારમાં મજબૂતી જોવા મળી. બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પગલાંના પરિણામે આકર્ષણ રહ્યું હતું. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી ઘટી આવતાં રાહત સાથે દેશમાં ઈલેક્ટ્રિક વાહનો તરફ ઓટોમોબાઈલ કંપનીઓનો ઝુકાવ વધતાં અને ઈવીનું વેચાણ અપેક્ષાથી વધુ વધી રહ્યું હોઈ ફંડોની ઓટો શેરોમાં ઘટાડે લેવાલી રહી હતી. પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ આજે ઘટાડે શોર્ટ કવરિંગ સાથે સિલેક્ટિવ ખરીદી કરી હતી. ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં ફંડોની આજે પસંદગીની મોટી ખરીદી રહી હતી. એફએમસીજી શેરોમાં પણ ફંડોનું આજે પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. મેટલ-માઈનીંગ શેરોમાં પણ આજે ફંડોએ ઘટાડે સિલેક્ટિવ શેરોમાં ખરીદી કરી હતી. સેન્સેક્સ, નિફટીમાં રિકવરી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન વધારો થયો હતો. વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. અમેરિકન બોન્ડ યીલ્ડમાં સ્થિરતા અને વૈશ્વિક અર્થતંત્ર અંગેની આશાવાદી ધારણાએ જોખમ લેવા તરફી વલણને ટેકો આપ્યો. જોકે ડોલર સૂચકાંકમાં મજબૂતી અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ હજુ પણ રોકાણકારો માટે ચિસ્તાનો વિષય રહ્યા. યુરોપિયન અને એશિયન બજારોમાં મર્યાદિત મજબૂતી જોવા મળતા ભારતીય બજારને પણ ટેકો મળ્યો. ઈરાન-અમેરિકા વચ્ચે બેથી ત્રણ દિવસમાં ડિલ થવાના ટ્રમ્પના નિવેદન અને ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ફરી યુદ્વ વિરામને કારણે વૈશ્વિક બજારોમાં ઉડાઉડ અટકતાં અને ઘર આંગણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા વિદેશી ફંડ પ્રવાહ ભારતમાં વહેતો કરવા પગલાંની પોઝિટીવ અસરે ફંડોએ બેંકિંગ શેરોની આગેવાનીએ તેજી કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગત સપ્તાહના અંતે ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (એફસીએનઆર(બી)) ડિપોઝિટ અને એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ્સ (ઈસીબીઝ) માટે એક ખાસ માળખું રજૂ કરવાનો નિર્ણય લેતાં અને આરબીઆઈએ જાહેર ક્ષેત્રના ઉપક્રમો ઉપરાંત બેંકોને ફોરેન કરન્સી બોરોઈંગ્સ એકત્ર કરવાની મંજૂરી આપવા માટે ઈસીબી સ્કિમનો વ્યાપ વધારતાં પોઝિટીવ અસરે બેંકિંગ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. કોમોડિટી મૂવમેન્ટ કોમોડિટી બજારમાં આજે નબળુંથી મિશ્ર વલણ જોવા મળ્યું હતું. સોનું, ચાંદી અને કોપર સહિતની ધાતુઓમાં સતત વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું, જ્યારે ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ સ્થિર વલણમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને માંગ-પુરવઠાના સંકેતો વચ્ચે રોકાણકારો સાવચેતીભર્યો અભિગમ અપનાવતા જોવા મળ્યા હતા...!!! ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં ગોલ્ડ ફ્યુચર નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે દબાણ સાથે ખુલ્યું હતું. કિંમતી ધાતુમાં વેચવાલીનું પ્રભુત્વ જોવા મળતાં ભાવ રૂ. 1,49,297 આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા...!!! સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં સિલ્વર ફ્યુચર નબળા વલણ સાથે ખુલ્યું હતું. સતત નફારૂપી વેચવાલીના દબાણને કારણે ભાવ રૂ. 2,34,73
    Click here to Read More
    Previous Article
    Uttar Pradesh panchayat polls: Over 12.58 crore to vote as final electoral rolls out
    Next Article
    FIFA World Cup Group D: Preview, Teams, Schedule, Top Players And Prediction

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment