Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોર્મુઝ પાસે મિસાઈલ હુમલો, ઓઈલ ટેન્કરમાં આગ લાગી:એકનું મોત, બે ગુમ; ભારતીય દૂતાવાસે કહ્યું- પરિસ્થિતિ પર અમારી નજર

    1 day ago

    હોર્મુઝ સ્ટ્રેટ નજીક મિસાઈલ હુમલાથી એક ઓઈલ ટેન્કરના એન્જિન રૂમમાં આગ લાગી ગઈ. યુનાઈટેડ કિંગડમ મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) અનુસાર, હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે ક્રૂના બે સભ્યો હજુ પણ ગુમ છે. આ ઘટના બાદ સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવાનું ઓપરેશન ચાલુ છે. આ ટેન્કર ઓમાનના સોહાર બંદરગાહથી લગભગ 37 કિલોમીટર દૂર સમુદ્રમાં હાજર હતું. આ દરમિયાન મસ્કટ સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે તેને ઓમાનના દરિયાકિનારે જહાજ સંબંધિત ઘટનાની જાણકારી મળી ગઈ છે. દૂતાવાસ સમગ્ર મામલા પર નજર રાખી રહ્યું છે અને સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં છે. ટૂંક સમયમાં આ મામલે નવી જાણકારી શેર કરવામાં આવશે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… 1. અમેરિકાએ ઈરાન પર હવાઈ હુમલા કર્યા: હોર્મુઝ સ્ટ્રેટ પાસે અમેરિકી અપાચે હેલિકોપ્ટર પડ્યા બાદ અમેરિકાએ ઈરાન પર જવાબી હુમલા કર્યા. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે હેલિકોપ્ટર ઈરાને પાડ્યું હતું, જ્યારે તેહરાને દરેક હુમલાનો જવાબ આપવાની ચેતવણી આપી. 2. ટ્રમ્પે કહ્યું- 2 અઠવાડિયામાં ઈરાન પર ‘સંપૂર્ણ જીત’ની જાહેરાત કરશે: રિપબ્લિકન રેલીમાં ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકા ઈરાન વિરુદ્ધ આગળ છે અને આગામી બે અઠવાડિયામાં "ટોટલ વિક્ટરી" (સંપૂર્ણ વિજય) જાહેર કરશે. તેમણે કહ્યું કે આનાથી તેલની કિંમતો પણ નીચે આવશે. 3. ઇઝરાયલની ચેતવણી- જરૂર પડ્યે ફરી હુમલો કરશે: ઇઝરાયલી સેના પ્રમુખ એયાલ જામિરે કહ્યું કે તાજેતરનું ઓપરેશન માત્ર શરૂઆત હતી. જરૂર પડ્યે ઇઝરાયલ ઇરાન પર વધુ મોટા હુમલા કરવા તૈયાર છે. 4. ટ્રમ્પ-નેતન્યાહુના સંબંધોમાં વધ્યું અંતર: ઇરાન-ઇઝરાયલ તણાવ વચ્ચે ટ્રમ્પે નેતન્યાહુને ચેતવણી આપી કે સંઘર્ષ વધારવાથી ઇઝરાયલ આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ પડી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે બંને નેતાઓ વચ્ચેના મતભેદો હવે ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે. 5. હોર્મુઝ પાસે અમેરિકી અપાચે હેલિકોપ્ટર ક્રેશ: AH-64 અપાચે હેલિકોપ્ટર હોર્મુઝ સ્ટ્રેટ પાસે સમુદ્રમાં પડી ગયું. બંને પાયલટને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા. અમેરિકી સેનાએ પહેલીવાર સમુદ્રમાં ડ્રોન બોટનો ઉપયોગ કરીને રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું. દુર્ઘટનાની તપાસ ચાલુ છે. યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Pranit More Controversy: 370 Biryani वाले Joke पर Male Comedians गायब? | Kusha Kapila | Social List
    Next Article
    મોદી બોલ્યા- ચૂંટાયેલા PM તરીકેનો સૌથી લાંબો કાર્યકાળ મારું સૌભાગ્ય:આ તમામ કાર્યકર્તાઓની ઉપલબ્ધિ; મોદી 4399 દિવસથી વડાપ્રધાન, નેહરુનો રેકોર્ડ તોડ્યો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment