Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર તાલુકામાં એક રાતમાં ચાર ગામમાં ચોરી:બાઇક અને મંદિરોને નિશાન બનાવાયા, ઘટનાઓ સીસીટીવી કેમેરામાં કેદ

    2 days ago

    હિંમતનગર તાલુકાના ચાર ગામમાં ગત રાત્રીએ ચોરીની ઘટનાઓ બની છે. તસ્કરોએ એક જ રાતમાં વાહનો અને મંદિરોને નિશાન બનાવ્યા હતા. આ ઘટનાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે ગાંભોઈ પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગર તાલુકાના માંકડી અને ગાંધીપુરા કંપા ગામમાંથી અજાણ્યા શખ્સો બે બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી કરતા શખ્સો સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાયા છે. આ ઉપરાંત, મોતીપુરા અને ખાપરેટા ગામમાં આવેલા મંદિરોમાં પણ ચોરીનો પ્રયાસ થયો હતો. અજાણ્યા તસ્કરો મંદિરમાં પ્રવેશ કરીને કેટલીક ચીજવસ્તુઓની ચોરી કરી ગયા હતા. સમગ્ર હિંમતનગર જિલ્લામાં વાહન ચોરી, ઘરફોડ અને મંદિરોમાં ચોરીની ફરિયાદો વારંવાર નોંધાઈ રહી છે. ગાંભોઈ પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે લઈને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    TMCમાં ભંગાણ, વધુ એક રાજ્યસભા સાંસદનું રાજીનામું:58 ધારાસભ્યો-20 લોકસભા સાંસદોએ મમતા બેનર્જી સાથે છેડો ફાડ્યો; TMCના કોંગ્રેસમાં વિલયની ચર્ચા
    Next Article
    ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર:બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદીના જથ્થાની મર્યાદામાં વધારો કર્યો, જાણો હવે કેટલો જથ્થો ખરીદાશે?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment