Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં ત્રિદિવસીય પ્રગતિ પથ યાત્રાનો પ્રારંભ:જિલ્લા પંચાયત પ્રમુખ અને સાંસદની ઉપસ્થિતિમાં શરૂઆત

    5 days ago

    સાબરકાંઠા જિલ્લાના સર્વગ્રાહી વિકાસ મોડેલ, સહકારી, શૈક્ષણિક અને ઐતિહાસિક ગૌરવની પ્રતીતિ કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રિદિવસીય પ્રગતિ પથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો પ્રારંભ જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ તેમજ સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં થયો હતો. પ્રગતિ પથ યાત્રાના પ્રથમ દિવસે બુધવારે પ્રાંતિજના વદરાડ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતેથી શરૂઆત થઈ હતી. અહીં બાગાયત અધિકારી બિપિનસિંહ પઢીયાર દ્વારા આ સેન્ટરની સ્થાપના અને સંસ્થા દ્વારા કરવામાં આવતી આધુનિક કામગીરી અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ત્યાંથી આગળ વધીને આ યાત્રા પ્રાંતિજના સલાલ ખાતે આવેલા વૈશ્વિક મહત્વ ધરાવતા ‘કર્કવૃત સાયન્સ પાર્ક’ ખાતે પહોંચી હતી. અહીં ખગોળ વિજ્ઞાન અને પૃથ્વીની ગતિવિધિઓ વિશે જીવંત પ્રયોગો દ્વારા રસપ્રદ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રથમ દિવસની પ્રગતિ પથ યાત્રાનું સમાપન હિંમતનગરના ન્યાય મંદિર (કોર્ટ) ખાતે કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ સહિત વિવિધ પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પોરબંદર દરિયા કિનારેથી 5.58 લાખનું ચરસ ઝડપાયું:SOG પોલીસે બિનવારસી પેકેટો જપ્ત કરી કાર્યવાહી કરી
    Next Article
    ડૉક્ટર પુત્રની શાંતિ માટે પિતા બન્યો હત્યારો:હેરાન કરતી પુત્રવધૂ અને તેની માતાને ઘરે જઈ રહેંસી નાખી; પછી એ જ છરીથી પોતાના હાથ-પગ-ગળું કાપ્યા; હાલત ગંભીર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment