Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં પોષણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો:આંગણવાડી કાર્યકરોને પોષણ વાટિકા અંગે માર્ગદર્શન અપાયું

    1 week ago

    બનાસકાંઠાના દાંતા અને અમીરગઢ તાલુકામાં પોષણ જાગૃતિ પરીસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. રિલાયન્સ ફાઉન્ડેશનના નાણાકીય સહયોગથી રાજસ્થાન બાળ કલ્યાણ સમિતિ (RBKS) દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પરીસંવાદમાં 160 આંગણવાડી કાર્યકરોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ રિલાયન્સ ફાઉન્ડેશન, RBKS અને ICDS વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પોષણ અંગે લોકજાગૃતિ લાવવાનો અને પોષણ સુધારણામાં આંગણવાડી કાર્યકરોની ભૂમિકા અંગે ચર્ચા કરવાનો હતો. ICDS વિભાગના પ્રોજેક્ટ ઓફિસર દક્ષાબેન તબિયાડના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં, તેમણે આંગણવાડી કાર્યકરોને પોષણ વાટિકા દ્વારા પોષણનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે દરેક આંગણવાડીમાં પોષણ વાટિકાની યોગ્ય માવજત કરવા અનુરોધ કર્યો હતો. RBKS સંસ્થા દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનના નાણાકીય સહયોગથી એવી આંગણવાડીઓમાં પોષણ વાટિકાનું આયોજન કરવાનું સુનિશ્ચિત કરાયું છે, જ્યાં પાણી, જમીન અને સુરક્ષા દીવાલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ પરીસંવાદ કાર્યક્રમમાં દાંતા અને અમીરગઢ તાલુકાના સી.ડી.પી.ઓ. પણ ઉપસ્થિત રહ્યા હતા. આંકડા મદદનીશ બલવીરસિંહ દ્વારા પોષણ વિષયક માર્ગદર્શન સાથે પોષણ વાટિકાના આયોજન પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન અને RBKS ટીમ દ્વારા નોંધપાત્ર પ્રયત્નો કરાયા હતા. કાર્યક્રમના અંતે સી.ડી.પી.ઓ. જાહિદાબેન અને અમીરગઢ સુપરવાઈઝર પુષ્પાબેન દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    AC અને LED TV બારોબર સસ્તામાં વેચી દીધા:વડોદરામાં વિજય સેલ્સના વેરહાઉસમાંથી 17 લાખ રૂપિયાની કિંમતના AC અને LED TV ગાયબ, ડિલિવરીના ટેમ્પો ડ્રાઇવર સામે પોલીસ ફરિયાદ, 2 આરોપીની ધરપકડ
    Next Article
    જામનગરના વાલકેશ્વરી રોડ પર અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો:ભરબપોરે લોકોના ટોળા એકઠા થયાં, સીટી 'બી' પોલીસે તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment