Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગની સમીક્ષા:ધારાસભ્ય, મેયર સહિતના પદાધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું, સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચનો

    1 week ago

    જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે નિર્માણાધીન નવા બિલ્ડિંગના કાર્યની આજે શહેરના પદાધિકારીઓ અને તંત્રના આગેવાનો દ્વારા મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન સ્થળ પર ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું. આ મુલાકાત વેળાએ જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી અને દંડક પ્રવીણાબેન રૂપડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. વિજય પોપટ અને તબીબોની ટીમે નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યની પ્રગતિ, ઉપલબ્ધ સુવિધાઓ અને આગામી આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી. આગેવાનોએ વિવિધ વિભાગોના કામનું નિરીક્ષણ કરી ગુણવત્તા અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. નવા બિલ્ડિંગનું નિર્માણ પૂર્ણ થયા બાદ જામનગર સહિત સમગ્ર હાલાર પંથકના દર્દીઓને વધુ આધુનિક અને સુવિધાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે તેવી અપેક્ષા છે. હોસ્પિટલના વિસ્તરણથી દર્દીઓની વધતી જરૂરિયાતોને પહોંચી વળવામાં પણ મદદ મળશે. સ્થળ નિરીક્ષણ અને સમીક્ષા બેઠક દરમિયાન હોસ્પિટલ તંત્ર અને લોકપ્રતિનિધિઓ વચ્ચે આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    એસ.ટી વિભાગ દ્વારા સંચાલન થકી રૂા.1.41 કરોડની આવક:‘ઝીરો બ્રેકડાઉન’ અને કાર્યક્ષમ આયોજનથી મુસાફરોને મળી વધુ સુવિધા, ઓનલાઈન ટિકિટ બુકિંગમાં 46,788 સીટોનો વધારો, આવકમાં રૂ. 76 લાખનો ઉછાળો
    Next Article
    ક્રેટોસ ક્લબ વિવાદમાં, 1100 સભ્ય સાથે છેતરપિંડી:બાગબાન ડેવલપર્સે આજીવન સભ્યપદ-દસ્તાવેજના નામે લોલીપોપ આપ્યાનો આક્ષેપ, ક્લબની હિસ્સેદારી અન્યને વેચી મારતા CPને રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment