Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અધિકમાસમાં સંતવાણી:સોનું અગ્નિમાં તપી કુંદન બને, માણસ સંઘર્ષથી ઘડાય છે: સાધુ પ્રેમવત્સલદાસજી

    1 week ago

    શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે જીવનના સંઘર્ષો અને સફળતા અંગે પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, જેમ સોનું અગ્નિમાં તપીને કુંદન બને છે, તેમ માણસ પણ સંઘર્ષો વચ્ચે જ ઘડાય છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ કુદરતના ક્રમનું ઉદાહરણ આપતા કહ્યું કે, રાત પછી દિવસ ઉગે છે અને કડકડતી ઠંડી પછી હુંફાળો ઉનાળો આવે છે. જો ઋતુઓ બદલાતી હોય, તો આપણા જીવનની સ્થિતિ પણ બદલાય છે. જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે. તેમણે સુખના સમયમાં ભગવાનની કૃપા માનીને તેને ભોગવવાની સલાહ આપી હતી, પરંતુ ફુગ્ગાની જેમ ફુલાઈ ન જવાની ચેતવણી પણ આપી. ભગવાને આપેલી સંપત્તિનો સદુપયોગ સારા કાર્યોમાં કરવો જોઈએ. જીવનમાં દુઃખ આવે ત્યારે હારી ન જવું જોઈએ. જેમ સોનું અગ્નિમાં તપીને શુદ્ધ અને કુંદન બને છે, તેવી જ રીતે માણસ પણ જીવનના સંઘર્ષો અને મુશ્કેલીઓ વચ્ચે જ મજબૂત બને છે અને ઘડાય છે. આજના સમયમાં ખાસ સમજવા જેવી વાત એ છે કે, કોઈ પરીક્ષામાં નિષ્ફળતા મળે અથવા ધંધા કે નોકરીમાં નિષ્ફળતા મળે તો હારવું નહીં. આ પરિસ્થિતિ જીવનનો અંત નથી. આત્મહત્યા એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી, પરંતુ એક કાયમી ભૂલ છે. જે શ્વાસ કુદરતે આપ્યા છે, તેને છીનવવાનો હક આપણો નથી. શ્રી સ્વામિનારાયણ ભગવાને આત્મહત્યા કરવાની સ્પષ્ટ ના પાડી છે. તેમણે યાદ અપાવ્યું કે, આપણી જિંદગી માત્ર આપણી નથી, પરંતુ આપણા પરિવારની પણ છે. એક દરવાજો બંધ થાય તો ભગવાન સો દરવાજા ખોલે જ છે, બસ આપણી પાસે ધીરજ રાખવાની શક્તિ હોવી જોઈએ. નિષ્ફળતા એ શીખવાની તક છે, હારવાની નહીં. અંતમાં, સાધુ પ્રેમવત્સલદાસજીએ એક પંક્તિના શબ્દો યાદ રાખવા જણાવ્યું: “હાર પછી જ જીત છે, અંધારા પછી પ્રકાશ છે, ધીરજ રાખ હે માનવી, તારામાં જ આખો આકાશ છે.”
    Click here to Read More
    Previous Article
    બાલવાટિકાની બાળકીઓને અડપલા કરતો દિવ્યાંગ શિક્ષક સસ્પેન્ડ:ઉપલેટાના કુંઢેચની સરકારી પ્રાથમિક શાળામાં નરાધમ ગુરુનું માસૂમ વિદ્યાર્થિનીઓ સાથે એક વર્ષથી દુષ્કૃત્ય
    Next Article
    અમદાવાદમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા જ્ઞાન યજ્ઞનું આયોજન:અધિક માસ નિમિત્તે શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment