Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રમુખ અને સીઓને રજૂઆત‎:વૃંદાવન બંગ્લોઝમાં પાણીની લાઈનનો ખોટો જોઈન્ટ અપાતાં પાણી બંધ થયું

    5 days ago

    પાટણ શહેરના સંખારી રોડ સ્થિત વૃંદાવન બંગ્લોઝમાં ગટર લાઈનના કામ દરમિયાન પાણીની પાઈપમાં ખોટો જોઈન્ટ અપાતા છેલ્લા આઠ દિવસથી પાણી પુરવઠો ખોરવાયો છે. રહીશોએ પાલિકાને ઉગ્ર રજૂઆત કરી છે. પાટણ શહેરના સંખારી રોડ પર આવેલા વૃંદાવન બંગ્લોઝમાં છેલ્લા આઠ દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતા રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. સોસાયટીના પ્રમુખ ભીખાભાઈ કે. સોલંકીની આગેવાનીમાં સ્થાનિકોએ મંગળવારે આજે પાટણ પાલિકાના પ્રમુખને મૌખિક અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી છે. શહેરમાં સંખારી ત્રણ રસ્તાથી આરટીઓ કચેરી તરફ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે લાઇનનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન મુખ્ય પાણીની પાઇપલાઇનને નુકસાન પહોંચ્યું હતું. ત્યારબાદ પાઇપનું સમારકામ કરતી વખતે મૂળ લાઇનને બદલે બાજુમાંથી પસાર થતી બીજી લાઇનમાંથી ખોટો જોઈન્ટ આપવામાં આવ્યો હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે. જેના કારણે સોસાયટીમાં પાણીનો પ્રવાહ લગભગ બંધ થઈ ગયો છે અને અનેક ઘરોમાં તો એક ટીપું પાણી પણ પહોંચતું નથી. ભર ઉનાળામાં પાણી ન મળતાં રહીશો ખાનગી ટેન્કરો મંગાવવા મજબૂર બન્યા છે, જેના કારણે વધારાનો આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે. અગાઉ અનેક વખત ટેલિફોનિક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા આશરે 30 રહીશોએ સહીઓ સાથે પાલિકા તંત્રને લેખિત રજૂઆત કરી છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે તાત્કાલિક યોગ્ય લાઇન જોડાણ કરીને પાણી પુરવઠો પૂર્વવત નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, 13 જૂનથી વરસાદી માહોલ:આગામી બે દિવસ ગરમીનો પારો યથાવત, 42 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ; 16 રાજ્યોમાં મોનસૂનની એન્ટ્રી
    Next Article
    Delhi में O Zone से घबराए लाखों लोग, Bulldozer के डर में जीने को मजबूर | Yamuna | Floods in Delhi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment