Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાન સર કોચિંગ વિવાદ- પટનામાં વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન:રોશન આનંદની મુક્તિની માગ; બોલ્યા- એકને જેલ, બીજાને જામીન કેમ

    1 week ago

    ખાન સરના કોચિંગ પર હુમલાના કેસમાં જેલમાં બંધ જ્ઞાન બિંદુ કોચિંગના ડાયરેક્ટર રોશન આનંદની મુક્તિની માગને લઈને વિદ્યાર્થીઓ ત્રીજી વખત રસ્તા પર ઉતર્યા છે. પટના કોલેજની બહાર વિદ્યાર્થીઓ એકઠા થયા છે. વિદ્યાર્થીઓ પટનાના કારગિલ ચોક સુધી માર્ચ કાઢવાની તૈયારીમાં છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત છે. વોટર કેનનની ગાડી મંગાવવામાં આવી છે. વિદ્યાર્થીઓએ કહ્યું, કોઈપણ તપાસ સમિતિ વિના તમે કોઈને જેલમાં નાખી દો છો. તપાસ કરો પછી કાર્યવાહી કરો. રોશન સરના હજારો વિદ્યાર્થીઓના જીવનનો સવાલ છે. સરકારે તેમાં દખલ કરવી જોઈએ. એકને જેલ અને એકને જામીન, આ કેવી કાર્યવાહી? જે ગોળી ચલાવે છે તે બહાર છે. જેણે કંઈ કર્યું નથી, ઘટનાસ્થળે હાજર પણ નહોતો તે જેલમાં છે. આજે કોર્ટમાં રોશન આનંદની જામીન પર સુનાવણી થઈ હતી. અદાલતે સુનાવણી બાદ જામીન અરજી ફગાવી દીધી છે. આ તરફ, ફાયરિંગ કેસમાં ખાન સરની આગોતરા જામીન અરજી પર પણ મંગળવારે પટના સિવિલ કોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટે ખાન સરની ધરપકડ પર રોક લગાવી દીધી છે. વિદ્યાર્થીઓના પ્રદર્શનની તસવીરો… ખાન સરની ધરપકડ પર રોક લગાવતા કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે આગળના આદેશ અથવા આગામી સુનાવણી સુધી સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ કોઈ કડક અથવા દબાણપૂર્વકની કાર્યવાહી ન કરવામાં આવે. ખાન સર વતી હાજર થયેલા વકીલ અરવિંદ કુમાર મહુઆરે કોર્ટને જણાવ્યું કે ગોળી આત્મરક્ષામાં ચલાવવામાં આવી હતી. કોઈ પણ રીતે ભય ફેલાવવાનો હેતુ નહોતો. ખાન સરના વકીલે જણાવ્યું કે ખાન સરની આગોતરા જામીન અરજી પર 20 જૂને સુનાવણી થશે. જેલમાં બંધ સિક્યોરિટી ગાર્ડ કેસમાં કોર્ટે પુરાવા માંગ્યા સોમવારે આ જ કેસમાં જેલમાં બંધ ખાન સરના બે સિક્યોરિટી ગાર્ડ, દીપક કુમાર અને તાલેબર સિંહની નિયમિત જામીન પર પણ સુનાવણી થઈ. તેમના વકીલ અરવિંદ મૌઆરે જજ અનુરાગ વર્માની કોર્ટમાં દલીલો રજૂ કરી. કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા પછી પોલીસ પાસેથી કેસમાં પુરાવા માંગ્યા છે. સોમવારે બંને ગાર્ડની જામીન અરજી પર સુનાવણી કર્યા પછી કોર્ટે આદેશ સુરક્ષિત રાખ્યો હતો. આ બંને ગાર્ડ્સને 4 જૂને ધરપકડ કરવામાં આવી હતી. પહેલા પોલીસના વખાણ કર્યા, પછી કહ્યું- પોલીસ મોડી આવી હુમલાના દિવસે એટલે કે 2 જૂને ખાન સરે પોલીસના ખૂબ વખાણ કર્યા હતા. 3 જૂને ખાન સરના ગાર્ડ્સ દ્વારા ફાયરિંગ કરતો વીડિયો સામે આવ્યો. આ પછી ખાન સરે કહ્યું કે મારપીટ થઈ રહી હતી. પોલીસ ઘટનાસ્થળે મોડી પહોંચી હતી. પોલીસ ત્યાં ઉડીને તો ન પહોંચે, તેથી ગાર્ડ્સે આત્મરક્ષણમાં ફાયરિંગ કર્યું. ગાર્ડ શા માટે રાખવામાં આવે છે, જેથી જરૂર પડે ત્યારે લોકોને બચાવી શકાય. જ્યાં સુધી પોલીસ નહોતી આવી ત્યાં સુધી એક બોડીગાર્ડે શું કરવું જોઈતું હતું. શું ગાર્ડ્સે કોઈના પર ફાયરિંગ કર્યું? બાળકોને ખાન સરે કહ્યું- કોચિંગ બંધ થશે તો ફી વધી જશે આ પહેલા ખાન સરનો એક નવો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં તેઓ ક્લાસરૂમમાં બાળકોને તેમના કોચિંગ પર થયેલા હુમલા વિશે જણાવી રહ્યા છે. તેઓ સીસીટીવી ફૂટેજ બતાવીને બાળકોને જણાવી રહ્યા છે કે જેઓ કોચિંગના ગાર્ડને લઈ જઈ રહ્યા છે તેની ધરપકડ હજુ સુધી થઈ નથી. મુદ્દા પરથી ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે. ખાન સરે એમ પણ કહ્યું કે જો ખાન ગ્લોબલ સ્ટડીઝ બંધ થઈ જશે તો આગામી 6 મહિનામાં ઘણા કોચિંગ સંસ્થાનોની ફી એક લાખથી દોઢ લાખ રૂપિયા સુધી પહોંચી જશે. મારો હેતુ પૈસા કમાવવાનો નથી. ખાન સર ક્લાસરૂમમાં બાળકોને જણાવી રહ્યા છે કે કોચિંગના ગાર્ડને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. 20-25 લોકોએ તેને રસ્તાઓ પર માર માર્યો. તેઓ ક્લાસરૂમમાં ફી ઘટાડવાની પણ વાત કરી રહ્યા છે. ખાન સર એક પુસ્તક લઈને આવે છે અને કહે છે કે વિદ્યાના સોગંદ ખાઈને કહું છું કે તે દિવસે ફાયરિંગ થયું હતું.
    Click here to Read More
    Previous Article
    ‘Killing civilians not counter-terrorism’: India slams Pakistani strikes on Afghanistan
    Next Article
    સુરતના ‘ભૂતિયા ડિમોલિશન’ કેસમાં MLA વિનુ મોરડિયાનો ધડાકો:“અધિકારીઓ 100% શંકાના દાયરામાં, કંઈક છુપાવી રહ્યા છે”

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment