Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલીતાણાની પરિણીતાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ:પતિએ પત્નીને તેડી જવાની ના પાડતા લાગી આવ્યું, પતિ, સાસુ-સસરા સામે ગુનો નોંધાયો

    1 week ago

    ભાવનગરના પાલીતાણામાં રહેતી પરિણીતાએ સાસરીયાઓના શારીરિક-માનસિક ત્રાસ અને પતિએ સાથે રાખવાની ના પાડતાં ગઈકાલે 8 જૂનના રોજ પોતાના પિયરમાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેમને પાલીતાણાની સદવિચાર જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ મામલે પીડિત મહિલાએ પોતાના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ પાલીતાણા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઘરકામ બાબતે અપશબ્દો બોલી મેણાં-ટોણા મારતા મળતી માહિતી મુજબ, પાલીતાણાના ભીલવાસમાં રહેતી અપ્પુબેનના લગ્ન 21 નવેમ્બર 2025ના રોજ રોહિશાળા ગામના અનિલ સોલંકી સાથે થયા હતાં. લગ્ન બાદ સંયુક્ત કુટુંબમાં રહેતી પરિણીતાને તેની સાસુ હીરાબેન મુકેશભાઈ સોલંકી ઘરકામ બાબતે અવાર-નવાર અપશબ્દો બોલી મેણાં-ટોણા મારતા હતા. પતિ ખોટી શંકા રાખી મારઝૂડ કરતો આ ઉપરાંત, તેનો પતિ અનિલ તેની પર ખોટી શંકા રાખી મારઝૂડ કરતો હતો. જ્યારે આ બાબતે દંપતી વચ્ચે ઝઘડો થતો, ત્યારે સસરા મુકેશ હમીરભાઈ પણ પુત્રનો પક્ષ લઈ પરિણીતા તથા તેના માતા-પિતાને અપશબ્દો બોલતા હતા. પરિણીતાએ બીજા દિવસે સવારે ફિનાઈલ પી લીધું સાસરીયાઓના સતત ત્રાસથી કંટાળીને પરિણીતા એક મહિના પહેલાં પોતાના પિયર ભીલવાસ આવી ગઈ હતી. ત્યારબાદ 7 જૂન 2026ની રાત્રે પતિએ ફોન પર અપશબ્દો કહી તેને પાછી તેડી જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. પતિના આ આઘાતજનક વર્તનથી લાગી આવતા પરિણીતાએ બીજા દિવસે સવારે ઘરમાં રાખેલું ફિનાઈલ પી લીધું હતું. ત્રણેય સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાઈ ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી હતી. હાલમાં હોસ્પિટલના બિછાનેથી પરિણીતાએ ત્રણેય સાસરીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીમાં વિકાસ કાર્યોના ખાતમૂર્ત કર્યા:પોલીસ હેડક્વાર્ટર અને આંગણવાડીઓ સહિત કરોડોના પ્રોજેક્ટ્સનો શુભારંભ
    Next Article
    LIVE | ચોમાસા પહેલા જ અફરાતફરી | Heavy Rainfall | Weather | Monsoon | Farmers | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment