Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાર શખસ પિતા-પુત્ર પર ધોકા અને પાઈપ લઈને તૂટી પડ્યા:કણબીવાડમા પંચર પડતાં વાહન ઊભું રાખવા બાબતે બોલાચાલી થઈ ને મામલો બિચક્યો, સામસામે ફરિયાદ નોંધાઈ

    4 days ago

    ભાવનગરના કણબીવાડ સરદારચોક વિસ્તારમાં ગતરોજ સાંજે નાગરિક બેંક સામે રોડ પર લોડિંગ ટેમ્પો સાઇડમાં લેવા બાબતે થયેલી બોલાચાલીમાં ચાર શખ્સોએ રીક્ષા ચાલક પિતા અને તેમના પુત્ર પર ધોકા તથા પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે ગંગાજળિયા પોલીસ મથકમાં ચાર શખસ વિરૂદ્ધ નામજોગ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંચર પડતાં વાહન ઊભું રાખવા બાબતે બોલાચાલી થઈ બનાવની વિગતો અનુસાર, કણબીવાડ સરદારચોક પાસે રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા 50 વર્ષીય જીતેશભાઈ મનજીભાઈ ગોહિલ ગતરોજ સાંજના આશરે સાડા સાત વાગ્યાના અરસામાં તેમના ટેમ્પો (નંબર GJ-04-AU-0978)માં ગુજરાત એગ્રોમાંથી મગફળીનું બિયારણ ભરીને પોતાના પુત્ર સાથે દાણાપીઠ ખાતે ટ્રાન્સપોર્ટમાં માલ ઉતારવા જઈ રહ્યા હતાં. આ દરમિયાન નાગરિક બેંક સામે રોડ પર ટેમ્પોના વ્હીલમાં પંચર પડતાં, તેમણે વાહન નજીકની બટેટાની લારી પાસે દુકાન આગળ પાર્ક કર્યું હતું અને વ્હીલ બદલવાનું શરૂ કર્યું હતું. વાહન લઈ લેવાની વાત કરતાં જ ચારેય ઉશ્કેરાયા તે સમયે ત્યાં આવેલા ઝાહિદ ઉર્ફે બેરો હુસેનભાઈ મકવાણા, તેનો દીકરો, શાહરૂખ અને એક અજાણ્યા શખ્સે આવીને અપશબ્દો બોલી "તારી રીક્ષા અહીંથી લઈ લે" તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. જીતેશભાઈએ વ્હીલ બદલ્યા પછી વાહન લઈ લેવાની વાત કરતાં જ ચારેય શખ્સો વધુ ઉશ્કેરાઈ ગયા હતા. ધોકા અને પાઇપ વડે હુમલો કરીને ધમકી આપી ઉશ્કેરાયેલા શખ્સોમાંથી ઝાહિદ નજીકની બટેટાની દુકાન પાસેથી ધોકો અને શાહરૂખ પાઇપ લઈને ધસી આવ્યા હતા. આ ચારેય જણાએ ભેગા મળીને જીતેશભાઈ તથા તેમના સગીર પુત્ર પર આડેધડ હુમલો કરી દીધો હતો, જેમાં બંનેને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત, હુમલાખોરોએ પિતા-પુત્રને ઢીકાપાટુ મારી, ગળાચીપી કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હુમલા દરમિયાન આસપાસના લોકો વચ્ચે પડી જતાં બંનેનો બચાવ થયો હતો અને ત્યારબાદ તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ચારેય શખસ સામે ગુનો નોંધાયો આ હિંસક બનાવ અંગે જીતેશભાઈ ગોહિલે નોંધાવેલી ફરિયાદના આધારે ગંગાજળિયા પોલીસે ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 115(2), 118(1), 352, 351(3), 54 તથા જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધીને આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે. સામાપક્ષે પણ ફરિયાદ નોંધાવી જ્યારે સામાપક્ષે ભાવનગરના વડવા તલાવડી વિસ્તારમાં રહેતા અને બટેટાનો વ્યવસાય કરતા જાહિદભાઈ ઉર્ફે બેરો હુસેનભાઈ મકવાણા (ઉ.વ.42)એ ગંગાજળિયા પોલીસ મથકમાં જીતેશ અને તેના પુત્ર યોગેશ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગતરોજ સાંજના સાતથી સાડા સાત વાગ્યાના અરસામાં તેમના પુત્રએ તેઓને ફોન કરી નાગરિક બેન્ક પાસે લારી પર બોલાવતા તેઓ ત્યાં પહોંચ્યા હતા, જ્યાં તેમના પુત્ર તથા કારીગર હાજર હતા અને ત્યાં એક રિક્ષાનું આગળનું વ્હીલ પંચર થયેલી સ્થિતિમાં પડ્યું હતું. અને તેમાં બે શખ્સો હતા જે બે શખ્સો સાથે ઝઘડો ચાલી રહ્યો હતો. ટેમ્પામાંથી ધોકો કાઢી માથામાં ઘા માર્યો આ દરમિયાન બંને પક્ષે અપશબ્દો બોલાતા મામલો ઉગ્ર બનતાં સામસામી મારામારી થઈ હતી, જેમાં ટેમ્પો ચાલક જીતેશભાઈ તથા તેનો પુત્ર યોગેશ ઉશ્કેરાઈને તેઓને તથા તેમના પુત્રને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ યોગેશે ટેમ્પામાંથી ધોકો કાઢી તેઓને માથામાં ઘા માર્યો તેમજ તેમના પુત્રને પગમાં ઈજા પહોંચાડી હતી, બાદમાં આસપાસના લારીધારકો વચ્ચે પડી ઝઘડો છુટો પડાવ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે પિતા અને સગીર પુત્ર સામે 115(2), 352, 351(3), 54 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાઈ:કારોબારી અને સામાજિક ન્યાય સમિતિઓની રચના કરાઈ
    Next Article
    Mega NDA Meeting in Delhi | નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજથી દિલ્હીના પ્રવાસે | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment