Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં કુંવરજી બાવળિયા સામે હીરા સોલંકીનું સંમેલન:એક જ સંગઠનના નામે અઠવાડિયામાં કોળી સમાજના બે સંમેલન બોલાવાતા વિવાદ, કોળી સમાજ પર વર્ચસ્વની લડાઈ!

    1 week ago

    અખિલ ભારતીય કોળી સમાજના નામે આગામી અઠવાડિયે દિલ્હીમાં બે અલગ અલગ સંગઠન બોલાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. 14 જૂને મળનારા સંમેલનમાં ગુજરાતથી કુંવરજી બાવળીયા સહિતના નેતાઓ હાજર રહેવાના છે. જ્યારે 21 જૂને મળનારા સંમેલનમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી સહિતના આગેવાનો હાજર રહેવાના છે. 21મી તારીખે મળનારા સંમેલનને લઈ કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે, આ સંમેલન અંગત સ્વાર્થ અને રાજકીય લાભ માટે બોલાવવામાં આવ્યું છે. તો બીજી તરફ 21મી તારીખે મળનારા સંમેલન બાબતે અખિલ ગુજરાત ભારતીય કોળી સમાજના યુવા વિંગના અધ્યક્ષે કહ્યું કે, અમારું સંમેલન પહેલાથી જ નક્કી હતું. કુંવરજીભાઈને લાગ્યું કે આ સંમેલન મળશે તો મારું કોઈ સાંભળશે નહીં એટલે તેના દ્વારા પણ અમારી સાથે સંમેલન બોલાવી લેવાયું છે. હીરાભાઈ સોલંકી સાથે અમે ગુજરાતથી 300 લોકો જવાના છીએ. દિલ્હીમાં સંમેલન, ગુજરાતની રાજનીતિ ગરમાઈ ગુજરાતની રાજનીતિમાં કોળી સમાજના મતો નિર્ણાયક ગણવામાં આવી રહ્યા છે. ત્યારે દિલ્હીમાં આગામી અઠવાડિયે મળનારા અખિલ ભારતીય કોળી સમાજના બે અલગ અલગ સંમેલનને લઈ ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે. કારણ કે, 14મી તારીખે મળનારા સંમેલનમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા કે જેઓ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે ઓ ઉપસ્થિત રહેવાના છે. જ્યારે 21મી તારીખે મળનારા સંમેલનમાં રાજુલાના ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત અધ્યક્ષ હીરાભાઈ સોલંકીએ હાજર રહેવાની જાહેરાત કરી છે. કેટલાક લોકોએ સ્વાર્થ અને રાજકીય લાભ માટે 21મી તારીખે અલગ સંમેલન બોલાવ્યું- બાવળિયા કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, 14 જૂનના દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજનું અધિવેશન મળવાનું છે. મહારાષ્ટ્રના કોળી સમાજના તમામ લોકોને ત્યાં પધારવા માટે આમંત્રિત કરું છું. બીજા કોળી સમાજ દ્વારા 21 જૂનના અધિવેશન બોલાવવા માટેનું એલાન કરવામાં આવ્યું છે. પરંતુ તે લોકોએ પોતાના અંગત સ્વાર્થ માટે અથવા તો પોલિટિકલ લાભ લેવા માટે આ સંમેલનનું આયોજન કર્યું છે. તેમાં ઘણા લોકો એવા છે કે જેઓ અખિલ ભારતીય કોળી સમાજમાં સામેલ છે પરંતુ તેઓએ સમાજ માટે અત્યાર સુધી કંઈ નથી કર્યું. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને દિલ્હીના લોકો પણ આ કોળી સમાજમાં જોડાયેલા છે પરંતુ તેઓએ અત્યાર સુધી સમાજ માટે કઈ કર્યું નથી. અખિલ ભારતીય કોળી સમાજના યુવા અધ્યક્ષ બનીને ગુજરાતમાંથી કોઈ મહારાષ્ટ્ર આવ્યા હતા. જુના લોકો છે તેઓએ કોળી સમાજમાં યુવાનો અને મહિલાઓ આવે તો તેનો વિરોધ જ કર્યો છે. જ્યારે મને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી ત્યારથી મેં યુવાનો અને મહિલાઓનો સમાવેશ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. જેથી હું 14 જૂનના મળનારા સંમેલનમાં આવવા માટે મુખ્ય આગેવાનોને આમંત્રિત કરું છું. મૂળ અખિલ ભારતીય કોળી સમાજનું આ અધિવેશન છે. અપીલ છે કે, બંનેમાંથી એક પણ અધિવેશનમાં હાજરી ન આપવી જોઈએ. 'તેરે દિન અચ્છે હૈ, તું હમસે કિનારા કરલે...'હીરા સોલંકીનો કટાક્ષ કોળી સમાજના બે અલગ અલગ અધિવેશનના આયોજન વચ્ચે અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હીરા સોલંકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં હીરા સોલંકી અખિલ ભારતીય રાષ્ટ્રીય કોળી સમાજના અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ સાથે જોવા મળી રહ્યા છે અને આ વાયરલ વીડિયોમાં હીરા સોલંકીએ કહ્યું, તેરે દિન અચ્છે હૈ, તું હમસે કિનારા કર લે, હમ તો બુરે લોગ હૈ, બુરે વક્ત મેં ભી કામ આયેંગે. ઉલ્લેખનીય છે કે 21 તારીખના રોજ વિરેન્દ્ર કશ્યપના અધ્યક્ષ સ્થાને યોજાનાર રાષ્ટ્રીય અધિવેશનને હીરા સોલંકીનો ટેકો જાહેર કર્યો છે ત્યારે આ વાયરલ વિડીયો બાદ મંત્રી કુવરજી બાવળીયા અને હીરા સોલંકી વચ્ચે કથિત કોલ્ડવોર ચાલતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અમે 300 લોકો હીરાભાઈ સોલંકી સાથે દિલ્હી જવાના છીએ- દિવ્યેશ ચાવડા અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના યુવા પ્રમુખ દિવ્યેશ ચાવડાએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલા અમારી ચૂંટણી થઈ હતી ત્યારે રાષ્ટ્રીય કારોબારીના 90 સભ્યોએ અજીતભાઈને પ્રમુખ તરીકે ચૂંટ્યા હતા. ત્યારપછી કુંવરજીભાઈએ હું પ્રમુખ છું એવું ચાલુ કર્યું હતું. અમે ડીસેમ્બરમાં જ દિલ્હી ખાતે અધિવેશનનો પ્રોગ્રામ નક્કી હતો. હવે કુંવરજીભાઈને એવું લાગ્યું કે, જો અમારું સંમેલન થઈ જાય તો તેની વાત કોઈ સ્વીકારે નહીં એટલે તેને સાથે સંમેલન રાખ્યું છે. હિરાભાઈ અમારા પ્રદેશના પ્રમુખ છે. અખિલ ભારતીય કોળઈ સમાજના . ગુજરાતથી અમે 300 લોકો જવાના છીએ એ હીરાભાઈના નેતૃત્વમાં જ જવાના છીએ. સાત દિવસના ગાળામાં બબ્બે સંમેલનથી સમાજના લોકો દુવિધામાં મૂકાયા જ્યારે કોળી સમાજના અન્ય આગેવાન પ્રવીણ કોળીએ જણાવ્યું હતુ કે,ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં 25 કરોડ જેટલી કોળી જ્ઞાતિની વસ્તી છે. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ જે વ્યક્તિ હોય છે તેનું પાર્ટી સન્માન કરતી હોય છે. સન્માનને અનુરૂપ પાર્ટી દ્વારા તેમને પદ પણ આપવામાં આવતું હોય છે.સાત દિવસના અંતરે દિલ્હી ખાતે બે બે રાષ્ટ્રીય અધિવેશન બોલાવવાથી સમાજને નુકસાન પહોંચી શકે છે.કોળી સમાજ હાલ દુવિધામાં છે કે, કયા અધિવેશનમાં હાજરી આપવી કયા અધિવેશનમાં હાજરી ન આપવી. કોળી સમાજના સંગઠનમાં રહેલા વર્તમાન હોદ્દેદારો અને પૂર્વ હોદ્દેદારોમાં 80% થી વધુ વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. લડાઈ સમાજ માટે નહીં, પરંતુ સમાજથી મોટા પોતે કઈ રીતે સાબિત થાય તેનો છે એક તરફથી ગુજરાતમાં કોળી સમાજના વ્યક્તિઓ ઉપર પ્રતાડના થઈ રહી હોવાના બનાવો સામે આવી રહ્યા છે. આવા સમયે કોળી સમાજને એકજુટ કરવાને બદલે સમાજના ભાગલા પાડવામાં આવી રહ્યા છે કોળી સમાજના ગુજરાતના હોદ્દેદારોને તેમજ લોકોને
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના ભૂમાફિયાએ ગિફ્ટ સિટી પાસે 190 કરોડની જમીન હડપી:કૌશિક વઘાસિયાએ NRI વૃદ્ધની 18 વીઘા જમીનના ખોટા દસ્તાવેજો બનાવ્યા, તપાસમાં ભાંડો ફૂટ્યો
    Next Article
    Surat Demolition Update News | સુરતમાં 'ભૂતિયા ડિમોલિશન' અંગે મોટો ખુલાસો | JCB | Gujarati News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment