Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરવડ ગામે પાણી મુદ્દે યુવાન પર હુમલો:બોલાચાલી ઉગ્ર બનતા બે વ્યક્તિઓ સામે ફરિયાદ

    1 week ago

    મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના સરવડ ગામે પાણી મુદ્દે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક યુવાન પર હુમલો થયો છે. આ ઘટનામાં સરવડ ગામના સરપંચ સહિત બે વ્યક્તિઓ સામે માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, મોટી બરાર ગામના રહેવાસી અને મજૂરી કામ કરતા 38 વર્ષીય જયેશભાઈ ગોવિંદભાઈ મુછડીયાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમણે સરવડ ગામના પુનિત ઉર્ફે પુનિયો પટેલ અને મોટી બરાર ગામના નવનીત પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પુનિત ઉર્ફે પુનિયાએ ફરિયાદી જયેશભાઈ પાસેથી પાણી માંગ્યું હતું. જયેશભાઈએ પોતાની પાસે પાણી ન હોવાનું કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેમની વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. ત્યારબાદ પુનિતે નવનીત પટેલને બોલાવતા બંનેએ મળીને જયેશભાઈ સાથે ઝપાઝપી કરી, અપશબ્દો બોલીને ધોકા વડે માર માર્યો હતો. આ હુમલામાં જયેશભાઈને ગાલ, કાન અને આંખના ભાગે ઈજાઓ પહોંચી હતી. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીઓએ જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક વર્તન કર્યું હતું અને ધમકીઓ પણ આપી હતી. માળિયા પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    માતરમાં સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત રેલી:ગાંધી પ્રતિમાને અંજલિ આપી, અધિકારીઓ-નાગરિકોએ સ્વચ્છતાના શપથ લીધા
    Next Article
    Delhi building collapse: Report to Supreme Court blames MCD for failing to curb illegal construction

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment