Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલેજ પાસે હિટ એન્ડ રનમાં બે સગીરના મોત:ભૂખી ખાડી બ્રિજ નજીક દાદા અને પિતાની નજર સામે માસૂમ કાળનો કોળિયોનો બન્યાં, અજાણ્યો વાહનચાલક ફરાર

    1 week ago

    ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલા ભૂખી ખાડીના સાંકડા બ્રિજ પાસે એક ગમખ્વાર હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 2 સગીર બાળકોના કરૂણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી ગઈ છે. દાદા અને પિતાની નજર સામે જ 2 માસૂમ બાળકો કાળનો કોળિયો બની જતાં પરિવાર પર વજ્રઘાત થયો છે. વરેડિયાથી ભરૂચ આવતા સમયે અકસ્માત પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભુરમલ વરદીચંદ સોની તેમના પુત્ર અલ્પેશ તથા પૌત્રો મંથન (ઉંમર 6 વર્ષ) અને કૃષ્ણકુમાર (ઉંમર 14 વર્ષ) સાથે વરેડિયા ગામેથી ભરૂચ સ્થિત પોતાના નિવાસે મોટરસાયકલ (નંબર GJ-16-EB-5068) પર જઈ રહ્યા હતા. તે દરમિયાન ભૂખી ખાડીના સાંકડા બ્રિજ નજીક પાછળથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ધસી આવેલા એક અજાણ્યા વાહને મોટરસાઈકલને જોરદાર ટક્કર મારી હતી. બે બાળકોના ઘટનાસ્થળે જ મોત અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર ચારેય લોકો રોડ પર પટકાયા હતા. જેમાં મંથન અને કૃષ્ણકુમાર અજાણ્યા ભારે વાહનના ટાયર નીચે આવી જતાં બંનેના ઘટનાસ્થળે જ કંપારી છૂટી જાય તેવા મોત નીપજ્યા હતા. જ્યારે બાઇક ચલાવી રહેલા અલ્પેશને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત ભુરમલને પણ શરીરે નાની-મોટી ઈજાઓ થતાં બંનેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અજાણ્યો વાહનચાલક ફરાર અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ પાલેજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાલેજ પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર વાહનચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં લુડો ગેમ પર જુગાર રમતા ત્રણ ઝડપાયા:વાવડી રોડ પરથી રોકડ અને મોબાઇલ સાથે કાર્યવાહી
    Next Article
    મોરબીમાં ગેરેજમાંથી બે લાખની કાર ચોરાઈ:રિપેરિંગ માટે મૂકેલી હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 લઈ ચોર ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment