Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં જૂની અદાવતમાં પરિવાર પર હુમલો:ડેલી બંધ કરવા મુદ્દે બોલાચાલી, પાંચ સામે ફરિયાદ

    1 week ago

    મોરબીના ખાટકી વાસ વિસ્તારમાં જૂની અદાવત અને મકાનની ડેલી બંધ કરવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં એક પરિવારના સભ્યો પર હુમલો થયો હતો. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. નવાઝ ઇકબાલભાઈ ચૌહાણ (ઉંમર ૧૮) એ દાઉદભાઈ કાસમભાઈ ચૌહાણ, શાહરુખ દાઉદભાઈ ચૌહાણ, ફાતીમાબેન દાઉદભાઈ ચૌહાણ, ઇરમ દાઉદભાઈ ચૌહાણ અને શબીર અબ્બાસ તરકબાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બંને પક્ષ એક જ ફળીયામાં રહે છે અને મકાનની ડેલી બંધ કરવા બાબતે અગાઉથી વિવાદ ચાલી રહ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓ ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા અને ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. મામલો ઉગ્ર બનતા મારામારી થઈ હતી. આ દરમિયાન લોખંડના પાઈપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ હુમલામાં ઇકબાલભાઈ અને ઝરીનાબેનને ઇજાઓ પહોંચી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ, બનાસકાંઠામાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા:દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી; ચોમાસું 5 દિવસમાં 13 રાજ્યમાં પહોંચ્યું, 48 કલાકમાં મુંબઈ પહોંચશે
    Next Article
    Deepika Padukone flaunts baby bump as she inspects new home with Ranveer Singh. Watch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment