Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધ કે વાતચીતથી પીછેહટ નહીં કરીએ:ઈરાને કહ્યું- અમે ધમકીઓથી ડરીશું નહીં, અમારા લોકોની સુરક્ષા જ અમારી પ્રાથમિકતા

    1 week ago

    ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાનએ કહ્યું છે કે તેમના દેશની સૌથી મોટી પ્રાથમિકતા રાષ્ટ્રીય સુરક્ષા અને લોકોની શાંતિ છે. સોશિયલ મીડિયા પર જારી કરાયેલા નિવેદનમાં તેમણે કહ્યું કે ઈરાન પોતાના અધિકારોનું મજબૂતીથી રક્ષણ કરશે અને કોઈપણ ધમકી સામે પીછેહઠ નહીં કરે. પજશકિયાનએ કહ્યું કે દેશની તાકાત માત્ર સંરક્ષણમાં જ નહીં, પરંતુ વાતચીતમાં પણ છે. તેમના મતે, ઈરાને ન તો પોતાની સંરક્ષણની તૈયારી છોડી છે અને ન તો વાતચીતનો માર્ગ બંધ કર્યો છે. આ પહેલા ઈરાને ચેતવણી આપતા કહ્યું કે જો ઈઝરાયલ પોતાની કાર્યવાહી ચાલુ રાખશે અથવા દક્ષિણ લેબનોનમાં ફરી હુમલા કરશે, તો તેને પહેલા કરતા પણ વધુ કડક જવાબ આપવામાં આવશે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… 1. ઈરાન-ઈઝરાયલમાં 2 મહિના પછી ફરી યુદ્ધ: એપ્રિલમાં થયેલા યુદ્ધવિરામ પછી ઈરાને ઈઝરાયલ પર 30 બેલિસ્ટિક મિસાઈલો છોડી. જવાબમાં ઈઝરાયલે ઈરાનના સૈન્ય ઠેકાણાં, એર ડિફેન્સ સિસ્ટમ અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ પર હુમલા કર્યા. 2. ભારતે નાગરિકોને ઈરાન છોડવાની સલાહ આપી: વધતા સૈન્ય તણાવ વચ્ચે ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જારી કરીને ભારતીયોને ઈરાનની યાત્રા ટાળવા અને ત્યાં હાજર લોકોને જલદી દેશ છોડવા જણાવ્યું. 3. હુતી વિદ્રોહીઓએ રેડ સીમાં ઈઝરાયલી જહાજોની નાકાબંધીની જાહેરાત કરી: યમનના હુતી વિદ્રોહીઓએ ઈઝરાયલ સાથે સંકળાયેલા જહાજોને નિશાન બનાવવાની ચેતવણી આપી. આનાથી વૈશ્વિક દરિયાઈ વેપાર અને તેલ સપ્લાય પર અસર પડવાની આશંકા વધી ગઈ છે. 4. ઈરાન-ઈઝરાયલ સંઘર્ષથી તેલ 3% થી વધુ મોંઘું: તણાવ વધ્યા પછી બ્રેન્ટ ક્રૂડ 96.75 ડોલર પ્રતિ બેરલ અને WTI 93.89 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયું. બજારને હોર્મુઝ જળસંધિમાં સપ્લાય ખોરવાઈ જવાનો ડર છે. 5. ટ્રમ્પ-નેતન્યાહુમાં મતભેદના સમાચાર: રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પે નેતન્યાહુને ઈરાન પર પલટવાર ન કરવા કહ્યું. અમેરિકી અને ઇઝરાયલી વલણમાં મતભેદની ચર્ચાઓ તેજ બની, જ્યારે ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે જે પણ ડીલ થશે, તે નેતન્યાહુને માનવી પડશે. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    India A vs Sri Lanka A Live Score, Tri-Nation A Series 2026 Live: Focus On Vaibhav Sooryavanshi
    Next Article
    મિસાઇલથી હુમલો, જહાજ તબાહ, હોર્મુઝમાં 30 દિવસ ફસાયા અશોક:એક વીકનું જમવાનું આખો મહિનો ચલાવ્યું, હજુ યુદ્ધની વચ્ચે ફસાયેલા છે 300 જહાજ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment