Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીધામમાં વિકાસ કાર્યો ધીમી ગતિએ:વેપારીઓમાં ભારે નારાજગી, બજારો બંધ કરીને વિરોધ કરવાની ચીમકી

    1 week ago

    કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ શહેરમાં વિકાસના કામોની ધીમી ગતિને કારણે વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય બજાર સહિત વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ કાર્યો કાચબા ગતિએ આગળ વધી રહ્યા છે. વેપારી મંડળે શહેરની કથળતી હાલત અને ભ્રષ્ટાચારના મુદ્દે મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે. ગાંધીધામ-આદિપુરમાં જ્યાં પણ ખોદકામ કે કામગીરી શરૂ કરવામાં આવી છે, તે મહિનાઓથી અધૂરી પડી છે, જેના કારણે વેપારીઓ અને નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ગાંધીધામ વેપારી મંડળના પ્રમુખ રાજુ ચંદનાનીએ વહીવટી તંત્ર, અધિકારીઓ અને કાઉન્સિલરો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નવા ચૂંટાયેલા કાઉન્સિલરોમાંથી તેજસ શેઠ સિવાય કોઈ પ્રજાની વચ્ચે દેખાતું નથી. ચોમાસું માથે હોવાથી જો કોઈ નિર્દોષ નાગરિકને નુકસાન કે જાનહાનિ થશે તો તેની જવાબદારી કોની રહેશે તેવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો. અધૂરા કામોને કારણે વરસાદમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે. ચંદનાનીએ વધુમાં ચીમકી ઉચ્ચારી હતી કે, જો આગામી દિવસોમાં વિકાસની કામગીરી ઝડપી નહીં કરવામાં આવે તો, ગાંધીધામના બજારો બંધ કરીને વિરોધ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ મનપામાં કરોડોની ગેરરીતિના વિપક્ષના ગંભીર આક્ષેપ:3377 ઓડિટ પારા પેન્ડિંગ, નાણા વિભાગે કમિશનરને તપાસ સોંપી; મનપા અધિકારીઓમાં ફફડાટ
    Next Article
    અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં સાણંદમાં બેઠક:‘વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણ’ અભિયાનના કાર્યક્રમોનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment