Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હું મારા જીવનથી ખૂબ કંટાળી ગયો છું':અંતિમ ચિઠ્ઠી લખી યુવકે હાઈટેન્શન ટાવર પર ગળે ફાંસો ખાંધો, સંઘર્ષ કરવા છતાં સફળતા ન મળતા મોત વ્હાલું કર્યું

    1 week ago

    ઝઘડીયા તાલુકાના મુલદ ગામ નજીક હાઈટેન્શન વીજ ટાવર પર એક યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટનાસ્થળેથી એક અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ઝઘડીયા માર્ગ પર આવેલી મારુતિ રેસીડેન્સીમાં રહેતા કમલેશકુમાર મણીલાલ વસાવાએ અંતિમ પગલું ભર્યું હતું. સ્થાનિકોએ ઘટનાની જાણ થતાં ઝઘડીયા પોલીસને જાણ કરી હતી. મૃતક પાસેથી મળેલી અંતિમ ચિઠ્ઠીમાં તેમણે જીવનમાં કરેલા સંઘર્ષ અને નિષ્ફળતાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, "મેં જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો, પરંતુ સફળતા મળી નહીં. હું મારા જીવનથી ખૂબ કંટાળી ગયો છું, તેથી આ નિર્ણય સ્વેચ્છાએ લઈ રહ્યો છું." ચિઠ્ઠીમાં તેમણે પોતાના મોત માટે કોઈને જવાબદાર ન ઠેરવવાની વિનંતી કરી હતી. સાથે જ પત્ની અને બંને દીકરીઓ પ્રત્યે અપરંપાર પ્રેમ વ્યક્ત કરતાં માફી પણ માંગી હતી. તેમણે લખ્યું હતું કે, "હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરું છું, મારી બંને દીકરીઓને ખૂબ પ્રેમ કરું છું. મને માફ કરજો... આઈ લવ માય ફેમિલી, આઈ એમ સોરી માય વાઇફ એન્ડ માય ડોટર્સ." ઝઘડીયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારી SOGએ 16 તલવારો જપ્ત કરી:બોરીયાચ ટોલપ્લાઝા પાસેથી ગાંધીનગરના બે શખ્સો ઝડપાયા
    Next Article
    "India Stands In Solidarity": PM Modi On Philippines Earthquake That Killed 32

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment