Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યસભા માટે ભાજપના ચારેય ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા:ચારેયની જીત નિશ્ચિત, ઈતિહાસમાં પ્રથમવાર કોંગ્રેસનો એકપણ સભ્ય નહીં હોય

    1 week ago

    ગુજરાતની રાજ્યસભાની 11માંથી ખાલી પડેલી 4 બેઠકો પર 18 જૂને ચૂંટણી યોજાવાની છે. આજે ઉમેદવારી માટેનો અંતિમ દિવસ હોય ભાજપ દ્વારા જાહેર કરાયેલા ચારેય ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા હતા. સંખ્યાબળ જોતા ભાજપના ચારેય ઉમેદવારોની જીત નિશ્ચિત મનાઈ રહી છે. વિધાનસભા ખાતે ચારેય ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યું આજે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોનો અંતિમ દિવસ હોય ભાજપના ચારેય ઉમેદવાર રાજુ શુક્લા, માનસિંહ પરમાર, મુકેશ રાઠવા અને જીતેન્દ્ર કણઝારિયાએ વિજય મુહુર્તમાં ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાતથી કોંગ્રેસનો એકપણ સભ્ય રાજ્યસભામાં નહીં હોય કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસ મુક્ત ગુજરાતની કલ્પનાની ગુજરાતે શરૂઆત કરી છે. નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટમાંથી કોંગ્રેસનો રાજ્યસભાનો એકપણ સભ્ય નહીં હોય તેવું પ્રથમવાર બનશે. આ ગુજરાતની જનતાના કારણે શક્ય બન્યું છે. લોકોએ અમારા એટલા પ્રતિનિધિઓને ચૂંટ્યા છે કે, જેના કારણે કોંગ્રેસને ફોર્મ ભરવાની પણ હિંમત ન ચાલે. પાતળી સરસાઈથી વિધાનસભા ચૂંટણી હારનારા માનસિંહ સાંસદ બનશે માનસિંહ પરમાર તો 2022ની વિધાનસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે. સોમનાથ બેઠક પર કૉંગ્રેસના વિમલ ચુડાસમા સામે અંતિમ રાઉન્ડ સુધી કાંટે કી ટક્કર ચાલી હતી. જેમાં વિમલ ચુડાસમા બાજી મારી ગયા અને માનસિંહ પરમારનો હતા. ચૂંટણી પહેલાં સાંસદ રાજેશ ચુડાસમાએ પોતાના ગામનાને જીતાડવા અપીલ કરી હતી. રાજેશ ચુડાસમા અને વિમલ ચુડાસમા ચોરવાડ ગામના રહેવાસી છે. ચૂંટણીમાં વિમલ ચુડાસમાને કુલ 73 હજાર મત મળ્યા હતા જ્યારે ભાજપના માનસિંહ પરમારને 72 હજાર મત મળ્યા હતા. ખુબ પાતળી સરસાઈ સાથે વિમલ ચુડાસમા ફરી અહીંના ધારાસભ્ય બન્યા હતા. ઇતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ ઝીરો પર આવશે ઉલ્લેખનીય છે કે ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સભ્ય નહીં હોય. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ નિવૃત્ત થઈ જશે. એક બેઠક જીતવા માટે 46 મતની જરૂર હોય છે અને કોંગ્રેસ પાસે ગુજરાતમાં માત્ર 12 ધારાસભ્યો છે. ચૈતરને પડાકરવા મુકેશ રાઠવાને મેદાને ઉતાર્યા આદિવાસી સમાજના મુકેશ રાઠવાને આદિવાસી એવા રમીલાબેન બારાની જગ્યાએ ટિકિટ આપવામાં આવી છે. માત્ર એટલું જ નહીં, તેમને ચૈતર વસાવાના જવાબ તરીકે પણ જોવામાં આવે છે, કારણ કે તેઓ ચૈતરની જેમ યુવા અને હાઇલી એજ્યુકેટેડ છે. રાજ્યસભાની ચૂંટણીઓ આ રીતે યોજાય છે રાજ્યસભાના સાંસદો માટેની ચૂંટણી પ્રક્રિયા અન્ય ચૂંટણીઓ કરતા ઘણી અલગ છે. રાજ્યસભાના સભ્યો પરોક્ષ રીતે ચૂંટાય છે, એટલે કે તેઓ જનતા દ્વારા નહીં, ધારાસભ્યો દ્વારા ચૂંટાય છે. ચૂંટણીઓ દર બે વર્ષે યોજાય છે કારણ કે રાજ્યસભા એક કાયમી ગૃહ છે અને તેના એક તૃતીયાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે. રાજ્યસભાની કુલ બેઠકોની સંખ્યા 245 છે. તેમાંથી 233 બેઠકો પરોક્ષ રીતે ચૂંટાય છે, અને 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત થાય છે. રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે જરૂરી મતોની સંખ્યા પૂર્વનિર્ધારિત છે. મતોની સંખ્યા કુલ ધારાસભ્યોની સંખ્યા અને રાજ્યસભાની બેઠકોની સંખ્યાના આધારે ગણવામાં આવે છે. એક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 છે.
    Click here to Read More
    Previous Article
    'બેબેસિયોસિસ'નું જોખમ ટાળવા પશુપાલન વિભાગ એક્શન મોડમાં:​ગીરમાં સિંહોના જીવલેણ રોગચાળાને નાથવા યુદ્ધના ધોરણે કામગીરી: 88 નેસ અને ગામોના 13,000 થી વધુ પશુઓ પર દવા છંટકાવ શરૂ
    Next Article
    Trinamool's Kakoli Dastidar Says 20 MPs Will Support NDA: "Written To Speaker"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment